ભાજપના નેતાના દીકરાએ રીશેપ્નિષ્ટ પાસે સ્પામાં સુખ માણવાનું કહ્યું, અંકિતાએ ના પડી તો આવી ખરાબ હાલત કરી નાખી... - Chel Chabilo Gujrati

ભાજપના નેતાના દીકરાએ રીશેપ્નિષ્ટ પાસે સ્પામાં સુખ માણવાનું કહ્યું, અંકિતાએ ના પડી તો આવી ખરાબ હાલત કરી નાખી…

હાલમાં સમગ્ર દેશમાં જો કોઇ કેસ ચર્ચામાં હોય તો તે છે ઉત્તરાખંડનો અંકિતા હત્યાકાંડ… એક રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી અંકિતા ભંડારીની બીજેપીના પુત્ર દ્વારા હત્યા કરી દેવામાં આવી અને તેની લાશ નહેરમાંથી મળી આવી હતી. અંકિતાને મહેમાન સાથે સૂવા માટે કહેવામાં આવ્યુ હતુ અને આ વાતની તેણે ના પાડી હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને રિસોર્ટના માલિકે બે કર્મચારીઓ સાથે અંજામ આપ્યો હતો. રિસોર્ટનો માલિક હરિદ્વારના બીજેપી નેતા વિનોદ આર્યનો પુત્ર છે. ચિલા કેનાલમાંથી અંકિતાનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ પોલીસની વાન રોકી આરોપીની ધોલાઇ કરી હતી. આ ઘટનાનો ખુલાસો કરતા અધિક પોલીસ અધિક્ષકે કહ્યું કે અંકિતા ભંડારી જે ગંગાભોગપુર સ્થિત વનંતરા રિસોર્ટમાં કામ કરતી હતી, તે 18 સપ્ટેમ્બરથી ગુમ હતી. 19 સપ્ટેમ્બરના રોજ રિસોર્ટના સંચાલક પુલકિત આર્યએ રેવન્યુ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 22 સપ્ટેમ્બરે કેસ લક્ષ્મણઝુલા પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. આરોપી અંકિતાને રિસોર્ટમાં રહેતા લોકો સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

અંકિતાએ ના પાડતાં વિવાદ થયો અને 18 સપ્ટેમ્બરની રાત્રે આરોપીઓએ દારૂ પીને અંકિતાની હત્યા કરી હતી. ઉત્તરાખંડના રિસોર્ટની રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારીની હત્યા મામલે DGP અશોક કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંકિતા પર ખોટું કામ કરવાનું દબાણ કરવામાં આવતુ હતું. આ મામલે ટૂંક સમયમાં વિગતવાર ખુલાસો કરવામાં આવશે. જણાવી દઈએ કે શનિવારે સવારે પોલીસને અંકિતાનો મૃતદેહ મળ્યો.

પોલીસને ચિલ્લા પાવર હાઉસ પાસે અંકિતાની લાશ મળી હતી. મૃતદેહને સંબંધીઓની હાજરીમાં AIIMS ઋષિકેશમાં મોકલવામાં આવ્યો. પૌરી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિધાનસભા વિસ્તારના એક ખાનગી રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ અંકિતા ભંડારી 19 વર્ષની હતી. ગુમ અંકિતાની પોલીસ અને એસડીઆરએફની ટીમે જિલ્લા પાવર હાઉસ નજીક શક્તિ કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આ કેસમાં બીજેપી નેતાના પુત્ર પુલકિત આર્ય સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

તમામને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. અંકિતા જ્યાં કામ કરતી હતી તે રિસોર્ટનો ઓપરેટર પુલકિત આર્ય હતો. અંકિતાના ગુમ થયા બાદ રિસોર્ટ ઓપરેટર અને મેનેજર ફરાર થઈ ગયા હતા. અંકિતા ભંડારીને નહેરમાં ફેંકી દીધા બાદ આર્ય અને તેના મિત્રોએ પોલીસને ગેરમાર્ગે દોરવા અને પોતાનો ગુનો છુપાવવા માટે એક વાર્તા ઘડી કાઢી હતી અને રિસોર્ટમાંથી ગુમ થઈ હોવાનું કહીને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના પરિવારે શરૂઆતમાં રિસોર્ટના સીસીવીટીવી ફૂટેજનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો,

કારણ કે તેઓએ દાવો કર્યો કે, અંકિતાએ ગુમ થયાની આગલી રાત્રે રિસોર્ટમાં તેના રૂમમાંથી તેના સેલફોન પર તેમની સાથે વાત કરી હતી. પોલીસને કોલ રેકોર્ડિંગ મળી આવ્યું છે, તે રિસોર્ટના કર્મચારી સાથે વાત કરતી વખતે રડતી સંભળાય છે. પોલીસ પાસે અંકિતાની એક સહકર્મી સાથેની વોટ્સએપ ચેટ પણ છે, જેમાં તેણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પુલકિતે તેને બળપૂર્વક કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર તેણે તેને ઠપકો આપ્યો હતો.

Live 247 Media

disabled