કચ્છમાં પાડોશણ સાથે આંખ મળ્યા બાદ ખેલાયો ખૂની ખેલ ! પત્નીએ લફરાબાજ પડોશણની દર્દનાક હત્યા કરી દીધી

કચ્છમાં અનૈતિક સંબંધોનો કરુણ અંજામ ! ફરવા ગયા ત્યારે પતિની પાડોશણ સાથે મળી આંખ, પત્નીએ મોં પર રાખી દીધો તકિયો અને ચાકુ લઈને…

ગુજરાતમાં ઘણીવાર અનૈતિક સંબંધોમાં હત્યા કરવાની ઘટના સામે આવતી હોય છે. ઘણીવાર એવું બને છે કે પતિ અથવા પત્નીની લગ્ન બાદ કોઇ સાથે આંખ મળી જતી હોય છે અને પછી જો પાર્ટનરને આ વિશે ખબર પડે તો તેની હત્યા પણ કરી દેવામાં આવતી હોય છે, ત્યારે કચ્છ જિલ્લા પોલીસને આશરે દસેત દિવસ પહેલા ચોરી અને હત્યાનાની માહિતી મળી હતી. એને પગલે અંજાર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને FSLની ટીમને પણ બોલાવી હતી. આ દરમિયાન પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યુ હતુ કે, ઘરમાં કબાટમાંથી કેટલીક રોકડ અને દાગીના ગાયબ છે, જેને લીધે પહેલી નજરે તો ચોરી કરવાના ઇરાદે જે ચોર આવ્યા હતા તેમણે મહિલાની હત્યા કરી હોવાનું સામે આવ્યુ હતું. જો કે ઘટનાસ્થળે કેટલીક વસ્તુ શંકાસ્પદ લાગતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.

પહેલી નજરે જે બનાવ ચોરીનો લાગી રહ્યો હતો તેમાં હત્યા કરી હોવાનું સામે આવતા મોટો વળાંક આવ્યો. આ ઘટનાને પાડોશી દંપતીએ અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટનાની પ્રાપ્ત જાણકારી અનુસાર, સતાપરના જૂનાગામમાં રહેતા હરિભાઈ ઢીલા રાબેતા મુજબ સવારે આઠ વાગ્યા આસપાસ છકડો લઈ ધંધા અર્થે અંજાર ગયા જ્યાંથી તેઓ બપોરે દોઢેક વાગ્યે ઘરે પરત ફર્યા.આ દરમિયાન તેમણે તેમની પત્ની મીઠીબેન પાસે જમવાનું માગ્યું હતું, પરંતુ પલંગમાં સૂઈ રહેલ મીઠીબેને કોઈ જવાબ ન આપ્યો. જે બાદ હરિભાઈએ તેમના મોં પરથી ઓશીકું હટાવ્યુ ત્યારે ગળું કાપેલી હાલતમાં લાશ મળી આવી. પત્નીની લાશ જોઈને હરિભાઈ એટલા ડઘાઈ ગયા કે તેમણે બૂમાબૂમ કરી અને બૂમો સાંભળી પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા.

જે બાદ પોલિસને જાણ કરાતા તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એ ચારેય જણ થોડા સમય અગાઉ જૂનાગઢ અને સોમનાથ તરફ ફરવા ગયા હતા. એ વખતે કંકુબેન, શંભુભાઈ અને મીઠીબેન વચ્ચે આડાસંબંધો હોવાની જાણ થઈ હતી. એ બંને મિત્રો અને પાડોશી છે. ક્યારેક સાથે કામ કરવા પણ જાય છે. અંજારના Dyspએ જણાવ્યુ કે, મૃતક મીઠીબેન અને તેમના પતિ હરિભાઈ તેમજ આરોપી કંકુબેન અને તેમના પતિ શંભુભાઈ કેરાસિયા એક ઘર છોડીને જ રહે છે. મૃતકને એક છોકરો અને એક છોકરી છે, જેમાંથી એક બાળક ભચાઉમાં ભણે છે અને દીકરી ગામમાં જ સ્કૂલે જાય છે. જ્યારે આરોપીને પણ બે છોકરા છે. હરિભાઇ છકડો ચલાવે છે. જ્યારે શંભુ ખાનગી કંપનીમાં નોકરી અને મજૂરી કરે છે.

મૃતક મીઠીબેન અને આરોપી કંકુબેન પણ મજૂરી કરતાં હતાં. ઉપરાંત ભરત પણ ભરતાં હતાં. જ્યારે મીઠીબેનની હત્યા થઇ હતી ત્યારે કંકુબેન કામ કરીને ઘરે આવ્યાં હતા. આ લોકો આઠથી અગિયાર વાગ્યા સુધી કામે હતાં. અગિયાર વાગ્યે ત્યાંથી નીકળ્યાં એટલે ચાલતાં ચાલતાં સવા અગિયારની આસપાસ ઘરે પહોંચ્યાં હોય. આરોપી હત્યાના ઇરાદા સાથે કાતર લઈને ગયા હતા અને કાતરથી ગળા પર બે ઘા માર્યા ત્યારે શંભુ પણ ત્યાં હાજર હતો અને તેણે સાફસફાઇમાં મદદ કરી હતી. તેનો મિત્ર ગોપાલ લક્ષ્મણ માતા આખા ગામમાં ફરતો હોય છે. એ સમયે ત્યાંથી નીકળતો હશે તો તેને પણ મદદમાં બોલાવી લીધો. તેમની બાળકી સાડાદસ વાગ્યે શાળાએ જતી રહે છે, એટલે મીઠીબેનને એકલી જોઈને જ ઝઘડવા ગયા હોઈ શકે છે. બનાવ સવા અગિયારથી દોઢ વાગ્યાની વચ્ચેનો છે.

ચોરી બતાવવાનું આખું પ્લોટિંગ જ હતું. આરોપીઓને એમ હતું કે ચોરી કે લૂંટના ઇરાદો બતાવી દઈએ એટલે આપણા પર કંઈ નહીં આવે. ગોપાલ આવ્યો એ પછી ત્રણેયે ભેગા મળીને આ આઇડિયા નક્કી કર્યો હતો કે આવું કંઈક કરીએ. ગોપાલ ગામમાં કોઇના પણ ઘરમાં ઘૂસી જાય. શંભુ અને ગોપાલ પણ સાથે મળીને નાનીમોટી ચોરી કરવાની ટેવવાળા છે, એટલે તેમણે આ રીતે પ્લાનિંગ કર્યું હોય કે ચોરી બતાવી તો આપણા માથેથી મેટર નીકળી જાય. હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘર, આંગન, બાથરૂમ સહિત દીવાલો પરથી લોહીના ડાઘ પણ સાફ કર્યા હતા. આ ઉપરાંત હત્યાના સમયના કપડા પણ ધોઇ નાખ્યા હતા. હત્યા કર્યા બાદ તેમણે એવું માળખુ ઊભુ કર્યુ કે લાગે કે હત્યા ચોરીના ઇરાદે કરવામાં આવી છે. જો કે, પોલિસે આ હત્યાનો પર્દાફાશ FSL ટીમની મદદથી કર્યો હતો.

After post

disabled