મહાન ક્રિકેટરનું અચાનક જ દુઃખદ નિધન થયું, ડરામણું મૃત્યુ મળ્યું – સાંભળતા જ તમે ધ્રુજી જશો
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જ નહીં, પણ આખા વિશ્વમાં ડંકો વગાડનાર ક્રિકેટ જગત માટે આજે સૂર્ય સવારમાં જ દુઃખદ સમાચાર લઈને ઉગ્યો છે. આજે વહેલી સવારે પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર એક્સિડન્ટમાં ખરાબ રીતે મૃત્યુ થયું. એન્ડ્ર્યુ સાયમન્ડ્સ આવતા મહિને (9 જૂને) 47 વર્ષનો થવાનો હતો. પરંતુ કહેવાય છે ને કૃદરત તારા ખજાને શું ખોટ પડી?
કે આજે ક્રિકેટ જગતનો દિગ્ગજ ખેલાડીને નાની ઉંમરે દર્દનાક મોત થયું. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ ખેલાડીઓ માટે આ વર્ષ ભારે છે. મોટી વાત કહો કે વિધીની વક્રતા કહો છેલ્લા 3 મહિનામાં આ ત્રીજા દિગ્ગજ ક્રિકેટરનું મોત થયું છે અને ત્રણેય ઓસ્ટ્રેલિયાના છે. આમ જોઈને તો આવી સ્થિતિમાં છેલ્લા ૩ મહિના ઓસ્ટ્રેલિયન ક્રિકેટ માટે ઘણા જ દુઃખદ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાએ તેના ત્રણ મહાન ક્રિકેટરો ગુમાવ્યા છે.
જેના કારણે રમતગમત જગતમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સૌથી પહેલા 4 માર્ચે ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન રોડ માર્શનું અવસાન થયું હતું. ત્યારબાદ સિલસિલો ચાલું રહ્યો છે અને પછી શેન વોર્ન અને આજે એન્ડ્ર્યુ સાયમન્ડ્સના મૃત્યુના સમાચાર આવ્યા. અને 4 માર્ચે જ બીજા સમાચાર આવ્યા કે જાદુઈ લેગ-સ્પિનર શેન વોર્ન પણ આપણી વચ્ચે રહ્યા નથી. 74 વર્ષના રોડ માર્શની જેમ 52 વર્ષીય વોર્નનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. હવે ત્રણ મહિના થયા છે કે એન્ડ્રુ સાયમન્ડ્સે પણ દુનિયાને છોડી દીધી છે.
દોસ્તો તમને જણાવી દઈએ કે કેકટર એન્ડ્રયુ સાયમંડ્સ 1998 થી 2009 વચ્ચે ઓસ્ટ્રેલિયન ટીમનો સભ્ય હતો. આ સમયે ક્રિકેટર સ્ટિવ વો અને રિકી પોન્ટિંગની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયન ટીમ અજેય માનવામાં આવતી હતી. સાયમંડ્સ પોતાની આ કારકિર્દીમાં 26 ટેસ્ટ, 198 વન-ડે અને 14 ટી-20 મુકાબલો રમ્યો હતો. ટેસ્ટમાં તેના નામે 1462 રન, વન-ડેમાં 5088 અને ટી-20 377 રન છે. ત્રણેય ફોર્મેટમાં તેણે 165 વિકેટ ઝડપી છે. તે ફિલ્ડ પર પોતાના આક્રમક અંદાજ અને શાનદાર ફિલ્ડિંગ માટે ઓળખાતો હતો.
2007-08માં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર હતી. સીરિઝની બીજા મેચ સિડનીના મેદાન પર ચાલી રહી હતી. આ મેચમાં ખરાબ એમ્પાયરિંગ થઈ હતી. જ્યારે હરભજનસિંહ બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન રિકી પોન્ટિંગ ભડક્યા હતા, અને એમ્પાયરને હરભજનના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. પોન્ટિંગે ભજ્જી પર સ્લેજિંગનો નહી પરંતુ રેસિજ્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હરભજને સાયમન્ડ્સને ક્રિઝ પર મંકી કહતા વિવાદ થયો.