એક પિતાએ લીધો દીકરીના બળાત્કારનો એવો બદલો કે જાણી આત્મા પણ કંપી ઉઠશે - Chel Chabilo Gujrati

એક પિતાએ લીધો દીકરીના બળાત્કારનો એવો બદલો કે જાણી આત્મા પણ કંપી ઉઠશે

બાપે દીકરા પર થયેલા ભયાનક બળાત્કારનો ખૂન કરીને બદલો લીધો – આખું જાણીને કહેજો સારું કર્યું ને?

દેશભરમાંથી ઘણીવાર હત્યા અને રેપની ઘટનાઓ સામે આવતી રહે છે, આ ઘટનામાં ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે, બદલો લેવા માટે લોકો હત્યા કરે છે. એ વાત સાચી છે કે રસ્તામાં કોઈ કોઈની દીકરીને છેડે તો પણ બાપનું લોહી ઉકળી ઊઠે છે. તે પોતાની દીકરી માટે ગુસ્સામાં કોઈપણ હદ સુધી જઈ શકે છે. પરંતુ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાંથી જે ભયાનક ઘટના સામે આવી છે તે હૃદયને હચમચાવી દે તેવી છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પુત્રીનો બદલો લેવા માટે એક જ પરિવારના 6 લોકોની હત્યા કરી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક પરિવારના એક સભ્યએ હત્યાના આરોપીની પુત્રી પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તે ફરાર થઈ ગયો હતો. માત્ર આનો બદલો લેવા માટે યુવકે તેના આખા પરિવારને બરબાદ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સાથે જ પોલીસ પોતે પણ આ બાબતે જાણવા જેવી સ્થિતિમાં છે. તેણે આ મામલે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી છે.

પોલિસનું કહેવુ છે કે, બંને પરિવાર વચ્ચે જૂની દુશ્મની હતી અને મૃતક પરિવારના એક સભ્યએ કથિત રીતે હત્યા કરનાર આરોપીની દીકરી સાથે બળાત્કાર કર્યો હતો અને તેની જાણકારી મળતા જ પીડિતાના પિતા ભડક્યા હતા અને ગુસ્સામા તેમણે આ વારદાતને અંજામ આપ્યો હતો. બળાત્કારનો આરોપી હાલ તો ફરાર જણાવવામાં આવી રહ્યો છે. પોલિસ આ મામલે તપાસમાં જોડાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા જ લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.

આ ઘટના આંધ્રપ્રદેશના વિશાખાપટનમ જિલ્લાની છે અને 15 એપ્રિલ 2021ની છે. બુધવારના રોજ એક વ્યક્તિએ નવજાત સહિત એક પરિવારના 6 સભ્યોની હત્યા કરી દીધી અને પોલિસ સ્ટેશન જઇ આત્મસમર્પણ કરી લીધુ. આ ખૌફનાક ઘટના બાદ પૂરા ગામમાં ચર્ચાઓ થઇ રહી છે. આરોપી પોલિસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ થઇ રહી છે. પોલિસે હત્યામાં ઉપયોગ કરેલ ધારદાર હથિયારને કબ્જે કર્યુ છે.

Live 247 Media

disabled