ભગવાન શંકર પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા, કહ્યું, " પ્રબોધસ્વામીના દર્શન મને થાય એવા પૂણ્ય હજુ મારા જાગ્રત નથી થયા" - Chel Chabilo Gujrati

ભગવાન શંકર પ્રબોધ સ્વામીના શિષ્યના ચરણસ્પર્શ કરીને જતા રહ્યા, કહ્યું, ” પ્રબોધસ્વામીના દર્શન મને થાય એવા પૂણ્ય હજુ મારા જાગ્રત નથી થયા”

ઘણીવાર તમે જાહેર મંચ ઉપર સાધુ સંતોના બેફામ વાણી વિલાસને સાંભળતા હશો. જેના કારણે ઉહાપોહ પણ મચી જતો હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે. જેમાં  સોખડા હરિધામના પ્રબોધસ્વમીનો એક શિષ્ય ભગવાન શિવનું અપમાન કરતો હોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો વાયરલ થા જ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજ સહિત સામાન્ય લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આ વીડિયો વાયરલ થતા જ ગુરુ પ્રસાદ સ્વામીએમાફી માંગતા  જણાવ્યુ હતુ કે, એમનાથી ભુલ થઇ છે.  અને તેમને માફી માગવાનું કહેવામાં આવ્યુ છે.  પ્રબોધ સ્વામી જૂથનાં સાધુ આનંદ સાગર સ્વામીએ અમેરિકાનાં બોસ્ટન શહેરમાં પ્રબોધ સ્વામીનાં સન્માનમાં યોજાયેલ સત્સંગ સભામાં  ગુરુહરી પ્રાગટ્ય પર્વે કાર્યક્ર્મમાં વાણી વિલાસ કર્યો હતો.

વીડિયોમાં આનંદ સાગર પ્રબોધ સ્વામીની હાજરીમાં જ બોલી રહ્યા છે કે, આત્મીય વિદ્યાધામની ધરતી પર એક દીકરો રહે છે. નિશિથ એનું નામ છે.  કચ્છનો છે.  જ્યારથી આત્મીય વિદ્યાધામ પર રહેવા આવ્યો છે. ત્યારથી એનેગુરુહરિ પ્રબોધ સ્વામીએ એમને અઢળક દર્શન આપ્યા છે.  કદાચ આખું પુસ્તક ભરાય એટલા બધા તેને અનુભવો અને દર્શન છે. એમા ગયા મહિને થોડા દિવસ પહેલા જ એને દર્શન આપ્યા, પ્રબોધ સ્વામીજીએ.

આત્મીય વિદ્યા ધામની ધરતી પર પ્રબોધ સ્વામી રૂમમાં હતા અને નિશિથભાઇને બોલાવ્યા અને કીધું કે જા એવીડીના મેઇન ગેટ પાસે જા. બીજી કોઇ આજ્ઞા હતી નહી એટલે નિશિથ ભાઇ ત્યાં ગયા. જ્યાં મેઇન ગેટ હતો અને ગેટની બહાર શિવજી ઉભા હતા. તેમણે આગળ જણાવ્યુ કે, નિશિથભાઇએ વર્ણન કર્યુ કે, આપણે પિક્ચરમાં કેવી રીતે જોઇએ એવી રીતે શિવજી જટાવાળા, નાગ પહેરેલા, રૃદ્રાક્ષની માળા પહેરેલી, ત્રિશુલ હાથમાં, આપણે ટીવીમાં જોઇએ છે એમ બધી પ્રોપર્ટી સાથે વ્યવસ્થિત ઉભા હતા.

પછી નિશિથભાઇએ પ્રાર્થના કરી કે, આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો જેથી પ્રબોધસ્વામીજીના આપને દર્શન થઇ જાય. ત્યારે શિવજીએ કીધુ કે, પ્રબોધ સ્વામીના દર્શન મને થાય એવા હજી મારા પુણ્ય જાગૃત થયા નથી. પણ મને તમારા દર્શન થઇ ગયા એ મારા અહોભાગ્ય છે. એમ કહી, એટલુ વાક્ય બોલી અને શિવજીએ નિશિથભાઇના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યા. ત્યારે જયારે આ વાતનો ઉલ્લેખ થઇ રહ્યો હતો  ત્યારે પ્રબોધ સ્વામી પણ ત્યાં બેઠા હતા અને તેમની સામે જ ભગવાન શિવજીનું આ રીતે અપમાન થતું તે સાંભળી રહ્યા હતા.

Uma Thakor

disabled