'એક કલાકમાં પ્રેમ...' જ્યારે 23 વર્ષની મોડલને તેના કરતા 40 વર્ષ મોટા 62 વર્ષના બિલ્ડર સાથે થયો પ્રેમ, પછી કર્યુ એવું કે... - Chel Chabilo Gujrati

‘એક કલાકમાં પ્રેમ…’ જ્યારે 23 વર્ષની મોડલને તેના કરતા 40 વર્ષ મોટા 62 વર્ષના બિલ્ડર સાથે થયો પ્રેમ, પછી કર્યુ એવું કે…

23 વર્ષની છોકરી પર આવ્યુ 62 વર્ષના ખેલાડીનું દિલ, હકિકત જાણી દીકરીઓ થઇ નારાજ

તમે અવારનવાર સાંભળ્યું હશે કે પ્રેમમાં લોકો કોઈ પણ મર્યાદા ઓળંગી જાય છે. દેશની સરહદો કે પારિવારિક સંબંધો તેમને બાંધી શકતા નથી.’ના ઉમ્ર કરી સીમા હો ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઇ તો દેખે કેવલ મન…’ જગજીત સિંહે ગાયેલું આ ગીત 23 વર્ષની છોકરી અને તેના 62 વર્ષના પાર્ટનર પર એકદમ ફિટ બેસે છે. બંનેની ઉંમરમાં 40 વર્ષ જેટલો તફાવત છે. ઉંમરના તફાવતને અવગણીને આ કપલ એકબીજાને બિનશરતી પ્રેમ કરે છે. કપલ ડેટિંગ એપ્લિકેશન પર મળ્યા હતા.

પહેલી ડેટ બાદ જ બંને વચ્ચે સંબંધ બંધાયો અને છેલ્લા ઘણા સમયથી તેઓ એકબીજા સાથે જ રહે છે. 23 વર્ષિય મોડલ Willow Sillas અને 62 વર્ષિય David Simonini ડેટિંગ એપ્લિકેશન પર મળ્યા. વિલોએ જણાવ્યું કે અમારા બંનેની પહેલી ડેટ પર જ કનેક્શન હતુ, માત્ર એક કલાકમાં જ અમે એકબીજાના પ્રેમમાં પડી ગયા. ડેવિડે કહ્યું, ‘તે અવિશ્વસનીય જોડાણ હતું, એવું લાગ્યું કે તે તરત જ બન્યું’. પહેલી ડેટ પછી કપલે પોતે જ રિલેશનશિપને સાર્વજનિક કરી દીધી, ત્યારથી બંને એકબીજાની સાથે છે. હવે આ કપલ એકબીજા સાથે વિશ્વની મુસાફરી કરી રહ્યું છે.

વિલોએ જણાવ્યું કે ડેવિડ તેને ‘બેકસ્ટ્રીટ બોયઝ’ના કોન્સર્ટમાં પણ લઈ ગયો હતો. જ્યારે તે ડેવિડને પહેલીવાર મળી ત્યારે તે તેના વિશેની કોઈ વાતથી પ્રભાવિત ન હતી, તે ડેવિડને એક માનવ તરીકે જાણવા માંગતી હતી. ડેવિડની ઉંમર વિશે પણ તે બહુ વિચારતી નહોતી. ડેવિડ અને વિલો સંબંધોને લગતી પળોને ઓનલાઈન શેર કરે છે. વિલોએ કહ્યું કે સાર્વજનિક સ્થળોએ તેમની ઉંમરના તફાવત વિશે કોઈ કશું કહેતું નથી.

પણ સોશિયલ મીડિયા યુઝર્સ એજગેપને કારણે ખૂબ ટોણો મારતા હોય છે. કેટલાક લોકો ડેવિડને ‘સુગર ડેડી’ કહે છે. ત્યાં ઘણા યુઝર્સ વિલોને નિશાન બનાવે છે અને કહે છે કે તે ડેવિડને પૈસાને કારણે પ્રેમ કરે છે. જો કે, કપલ નકારાત્મક ટિપ્પણીઓને અવગણીને તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે. ડેવિડનું કેલિફોર્નિયા (યુએસએ)માં આલીશાન પેન્ટહાઉસ છે. જ્યાં તે વિલો સાથે રહે છે.

ડેઈલી સ્ટાર સાથે વાત કરતાં ડેવિડે તેના કરતાં 40 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું- હું 62 વર્ષનો છું. પરંતુ હજુ પણ 30 વર્ષ કે તેથી ઓછી ઉંમરના વ્યક્તિ જેવું વર્તન છે. હું દિવસમાં ત્રણ વખત વર્કઆઉટ કરું છું. હું ખરેખર દરેક દિવસ જીવું છું જેમ કે તે મારો છેલ્લો દિવસ છે. જ્યારે ડેવિડને પૂછવામાં આવ્યું કે તેને તેની 23 વર્ષની ગર્લફ્રેન્ડ વિશે શું ગમ્યું ? તો તેણે કહ્યું- વિલો માટે, તેને કોણ ન ઈચ્છે? અમારી કેમેસ્ટ્રી શાનદાર છે.

શરૂઆતમાં મને તેનો લુક ગમ્યો. પરંતુ ધીરે ધીરે તે મારા માટે ખૂબ જ ખાસ બની ગઈ. તેની અંદરની સુંદરતા બહારની સુંદરતા કરતાં ઘણી વધારે છે. જોકે, તેનો સોલમેટ મળ્યો હોવા છતાં, ડેવિડે કહ્યું કે તેની 34 વર્ષની નાની પુત્રી તેનાથી ખુશ નથી. ડેવિડે આગળ કહ્યું- સાચું કહું તો હું ઈચ્છું છું કે મારી બંને પુત્રીઓ વિલોને સ્વીકારે.

Live 247 Media

disabled