ભાવનગરમાં કોન્ટ્રાકટરની બેદરકારીએ લીધો ફૂલ જેવી માસુમ 8 વર્ષની દીકરીનો જીવ, પાર્કમાં ટ્રેનમાં બેસતા પહેલા ચેતી જજો - Chel Chabilo Gujrati

ભાવનગરમાં કોન્ટ્રાકટરની બેદરકારીએ લીધો ફૂલ જેવી માસુમ 8 વર્ષની દીકરીનો જીવ, પાર્કમાં ટ્રેનમાં બેસતા પહેલા ચેતી જજો

આપણા દેશમાં ઘણા એવા સ્થળો છે જ્યાં કરોડોનો ખર્ચ કરીને પાર્ક અને બીજી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે, પરંતુ જો તેની જાળવણી અને સુરક્ષાની વાત કરવામાં આવે તો આયોજનના નામ ઉપર મીંડું જોવા મળે છે. જેના કારણે ઘણીવાર કેટલીક દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. ત્યારે હાલ એવો જ એક મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં સુરક્ષાના અભાવે એક 8 વર્ષની દીકરીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

ભાવનગરમાં મહાનગર પાલિકા દ્વારા 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને અકવાડા લેક બનાવવામાં આવ્યું છે. જ્યાં ફરવા માટે ઘણા લોકો જતા હોય છે. ત્યારે આ દરમિયાન જ ભાવનગરના રામભાઈ મેર પણ પોતાના પરિવાર સાથે આ અકવાડા લેક ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા. તેમની સાથે તેમની 8 વર્ષની દીકરી પણ હતી. હસ્તી રમતી દીકરી જાનવીની ઈચ્છા પાર્કમાં આવેલી ઇલેક્ટ્રિક રેલગાડીમાં બેસવાની થઇ.

દરેક માતા પિતા પોતાના બાળકોની ઈચ્છા પૂર્ણ કરતા હોય તેમ જાનવીની પણ ઈચ્છા તેના પિતાએ પૂર્ણ કરી પરંતુ તેમને નહોતી ખબર કે આગળ શું થવાનું છે. જાનવી ઇલેક્ટ્રિક રેલગાડીમાં બેસતા સમયે જ તેને જોરદાર કરંટ લાગ્યો હોટ. જેના બાદ તેને સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબો દ્વારા માસુમ જાનવીને મૃત જાહેર કરવામાં આવી હતી.

ત્યારે આ મામલાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આ મામલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પણ નોંધ લીધી હતી અને કમિશનરને જવાબદાર સામે કડક પગલાં લેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી હતી. આ મામલે મનપા કમિશ્નરે એક તપાસ કમિટી બનાવી છે અને આગામી દિવસોમાં તપાસ કમિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવશે અને જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવાની પણ ખાતરી આપવામાં આવી છે.

આ ગાર્ડનની અંદર રમત ગમત માટેના સાધનો અંગે મનપા દ્વારા એક પ્રાઇવેટ કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું છે. ત્યારે કોન્ટ્રાકટરની આ બેદરકારીના કારણે માસુમ ફૂલ જેવી 8 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટના બાદ જાનવીના પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો છે.

Uma Thakor

disabled