અમદાવાદમાં સીધી દેખાતી દુલ્હને લગ્ન કર્યા પણ પતિને શરીરમાં હાથ ફેરવવા ન દીધો, પતિ બિચારો કોરે કોરો રહી ગયો અને છેલ્લે દુલ્હને.... - Chel Chabilo Gujrati

અમદાવાદમાં સીધી દેખાતી દુલ્હને લગ્ન કર્યા પણ પતિને શરીરમાં હાથ ફેરવવા ન દીધો, પતિ બિચારો કોરે કોરો રહી ગયો અને છેલ્લે દુલ્હને….

ગુજરાત અને દેશભરમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનના કિસ્સા સામે આવે છે. જો કે, કેટલીકવાર તો આવી દુલ્હન પોલિસના હાથે ઝડપાઇ જતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવકે સમાજમાં સગુ ન થતા અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. પણ આ યુવતિએ લગ્નના એક મહિના સુધી તેના પતિને હક નહોતો આપ્યો અને શારીરિક સંબંધ બાંધવા દીધા નહોતા. ત્યારે એક મહિના બાદ આ યુવતિએ મંદિર જવાનું કહીને ઘરમાંથી દાગીના કાઢીને પહેર્યાં અને પછી તે દાગીના લઈને ફરાર થઈ ગઈ.

જે બાદ યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. ઉલ્લેખનીય છે કે, યુવકે પાડોશમાં રહેતા એખ વ્યક્તિને જણાવ્યુ હતુ કે, તેના માટે લગ્ન કરવા કોઇ પણ સમાજની છોકરી શોધી આપે. જે બાદ પાડોશમાં રહેતાં વ્યક્તિએ એક મહિલા સાથે ઓળક કરાવી અને તેની સાથે નાની સાતેક વર્ષની છોકરી પણ હતી. યુવકે આ છોકરીને લઈને સવાલ કર્યો તો મહિલાએ કહ્યું કે, તેના છૂટાછેડા થઈ ગયાં છે.

જો તે લગ્ન કરવા માંગે તો આ દીકરીને લઈને જ તેના ઘરે આવશે. યુવકે લગ્નની તૈયારી બતાવતાં બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત થતી અને પછી યુવતીએ કહ્યું કે, તે લગ્ન કરવા તૈયાર છે અને યુવક કહે ત્યારે લગ્ન કરશે. પરંતુ યુવતિએ ત્યારે કહ્યુ હતુ કે, તેને સોનાની બંગડી, મંગળસૂત્ર અને ચાંદીની ચાર પાયલ જોઈશે.જે યુવકે લાવી આપવી પડશે. ત્યારે આ વાત યુવકે તેના ઘરે કરતાં પરિવારે ગાંધીનગરના એક જ્વેલર્સ પાસેથી દાગીનાની ખરીદી કરી હતી.

જે બાદ થોડા દિવસો પછી બંનેના કોર્ટમાં લગ્ન થયાં અને લગ્ન બાદ આ યુવતી એક મહિના સુધી યુવકની સાથે રહી પણ પતિ પતિ જ્યારે શરીર સંબંધની માગ કરતો ત્યારે પત્ની કહેતી કે મારી તબિયત સારી નથી, સારી થાય પછી આપણે પતિ-પત્નીના હક ભોગવીશું. જો કે, આ વાત યુવકે કોઈને કહી નહોતી. પણ જયારે પાડોશીને કહી તો તેમણે કહ્યું કે તેને કોઈ મહિલા દ્વારા સમજાવીશું.એક દિવસ પતિએ ફરીથી માગ કરતાં જ પત્નીએ ઝગડો કર્યો હતો. એક વખત ઘરના કબાટમાં પડેલા દાગીના પહેરીને પત્ની મંદિર જવાનું કહ્યું.

ત્યારે પતિએ સવાલ કર્યો હતો કે, મંદિર જવા માટે દાગીના શું કામ પહેરે છે. ત્યારે પત્નીએ કહ્યું હતું કે, હું મંદિરથી આવીને કાઢી નાંખીશ. પરંતુ મંદિર ગયા પછી એક કદાલથી વધારે સમય થઇ ગયો પણ તે ન આવતા યુવકને કંઈક અજૂગતું થયું હોવાનો અનુભવ થયો અને તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કહ્યું કે, તું મારી સાથે છૂટાછેડા લઈ લે, હું તારી પાસે ક્યારેય પાછી આવવાની નથી. જે બાદ પતિએ પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જણાવી દઇએ કે, આ મામલે અમદાવાદના નિર્ણયનગરનો છે.

Live 247 Media

disabled