અમદાવાદમાં લગ્નના 10 દિવસ સુધી પતિએ પત્ની સાથે ના બાંધ્યા કોઈ સંબંધો, જયારે પત્નીએ પૂછ્યું ત્યારે પતિએ આપ્યો એવો જવાબ કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે - Chel Chabilo Gujrati

અમદાવાદમાં લગ્નના 10 દિવસ સુધી પતિએ પત્ની સાથે ના બાંધ્યા કોઈ સંબંધો, જયારે પત્નીએ પૂછ્યું ત્યારે પતિએ આપ્યો એવો જવાબ કે સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે

અમદાવાદમાં લગ્નના 10 દિવસ પછી પણ પતિ શયન સુખ ન આપી શકતા, પત્નીએ….

પતિ પત્નીના સંબંધને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે,  આ સંબંધમાં એકબીજાની કાળજી અને એક બીજા માટે ભરપૂર પ્રેમ હોવો પણ જરૂરી છે, પરંતુ ઘણીવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે આ સંબંધોમાં પણ તિરાડ પડતી જોવા મળે છે, અને લગ્નના થોડા સમય બાદ જ પતિ પત્ની અલગ પણ થઇ જતા હોય છે. પરંતુ હાલ અમદાવાદમાંથી એક એવી ઘટના સામે આવી છે જે જાણીને કોઈના પણ હોશ ઉડી જાય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહીબાગમાં રહેતી એક યુવતીના લગ્ન સમાજના રિવાજ પ્રમાણે 1 ડિસેમ્બર 2020ના રોજ એક યુવક સાથે થયા હતા. લગ્નના 7 દિવસ બાદ પગ-ફેરાના રિવાજ માટે તેના પિયર ગઈ હતી. જેના બાદ 10 ડિસેમ્બરના રોજ યુવતી તેના પતિ સાથે મુંબઈ રહેવા માટે ગઈ હતી. ત્યાં પતિ, સાસુ, સસરા અને દિયર સાથે રહેતા હતા.

લગ્નના 10 દિવસ બાદ પણ યુવતીનો પતિ તેની પત્ની સાથે સંબંધો બાંધતો નહોતો.  જેથી યુવતીને કંઈક અજુગતું લાગતું હોવાના કારણે તેને તેના પતિને વાત કરી, ત્યારે તેના પતિએ જવાબ આપ્યો કે, “હું નપુસંક છુ. મારા નાના ભાઈના લગ્ન થઇ ગયા છે અને તેને બાળક પણ છે. જેથી મેં વાંઢાપણું દૂર કરવા જ તારી સાથે લગ્ન કર્યા છે.” આ સાંભળીને જ યુવતીના હોશ ઉડી ગયા હતા.

આ બાબતની જાણ યુવતીએ તેના સાસુ સસરાને પણ કરી હતી, જેના બાદ તેના સાસુએ જણાવ્યું હતું કે, “તારા માતા – પિતાએ લગ્ન પહેલા આ બાબતે તપાસ કરાવી લેવાની હતી. અમે તો સમાજમાં સારું દેખાડવા માટે જ અમારા દીકરાના લગ્ન કરાવ્યા છે. ” જેના બાદ યુવતીને મોટું દુઃખ લાગી આવ્યું હતું, અને તે તેના પિયર આવી ગઈ હતી.

યુવતીના પિયર આવ્યા બાદ તેના સાસરી વાળા પણ તેની સાથે છૂટાછેડા માટે દબાણ કરવા લાગ્યા હતા, અને જણાવ્યું હતું કે તું છૂટાછેડાના કાગળ ઉપર સહી કરી દે તો જ તને તારો સામાન પાછો આપીશું. આ બંનેના છૂટાછેડામાં સમાજના લોકોએ પણ મધ્યસ્થતા કરી હતી. પરંતુ યુવકના પરિવારજનો વાત કરવા માટે તૈયાર થતા નહોતા. જેના બાદ યુવતીએ આખરે કંટાળી પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ, સસરા, દિયર અને ફોઈ સાસુ સામે ફરિયાદ નોંધાવી.

Uma Thakor

disabled