અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પાસે લિફ્ટ તૂટતાં 7 લોકોના દુઃખદ મૃત્યુ થયા, લિફ્ટમાં જતા પહેલા ચેતી જજો - Chel Chabilo Gujrati

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી પાસે લિફ્ટ તૂટતાં 7 લોકોના દુઃખદ મૃત્યુ થયા, લિફ્ટમાં જતા પહેલા ચેતી જજો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ કારણોસર અથવા ટેક્નિકલ ખામીને કારણે કોઇ બિલ્ડિંગની લિફ્ટ તૂટી જતી હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી આવી ઘટના સામે આવી છે, જેમાં 7 શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર નામની બિલ્ડિંગ આવેલી છે અને ત્યાં બાંધકામનુ કામ ચાલી રહ્યું હતું ત્યારે લિફ્ટ તૂટતાં આઠ શ્રમિકોના મોત થયા છે.અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે આઠ મજૂરો નીચે પટકાયા હતાં. સાતમા માળેથી પટકાયેલા આઠ મજુરોમાં સાતના મોત નિપજ્યા હતાં.

જ્યારે એકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. જ્યારે આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં. ઘટનાની જાણ થતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર વિભાગે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના ગુલબાઇ ટેકરા પાસેની છે અને અહીં એસ્પાયર 2 નામની બિલ્ડિંગ આવેલી છે.મજૂરો જ્યારે કામ કરી રહ્યા

ત્યારે લિફ્ટ નીચે પડી હતી અને મજૂરો જે કામ કરી રહ્યા હતા, તે દટાયા હતા અને તેમનું મોત થયુ હતુ. જે મૃતકો છે તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા. કન્સ્ટ્રકશન સાઇટ પર બેદરકારીને કારણે 7 મજૂરોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતકોમાં સંજયભાઈ નાયક, ​​​​​​​​​​​​​જગદીશભાઈ નાયક, અશ્વિનભાઈ નાયક ​​​​​​સહિત મુકેશ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક અને રાજમલ ખરાડી તેમજ પંકજભાઇ ખરાડીનો સમાવેશ થાય છે.

જણાવી દઇએ કે, સવારના 9:30 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી અને આ ઘટના એડોર કન્સ્ટ્રક્શન સાઈટની છે. હાલમાં તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના ઇન્ચાર્જે જણાવ્યું કે આ બાબતે તેમને કોઈ જાણ કરવામાં આવી નહોતી, તેઓ મીડિયા મારફતે અને મિત્રો દ્વારા મળેલી માહિતી આધારે તપાસ કરવા આવ્યા હતા.જણાવી દઇએ કે, બિલ્ડરનું નામ રમેશચંદ્ર કાલીઆ અને બીજા ભાગીદાર સનસાઈન ગ્રુપમાં પણ છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ હવે એવા સવાલ ઊભા થઇ રહ્યા છે કે, એસ્પાયર-2 બિલ્ડિંગમાં જે દુર્ઘટના થઇ તેના માટે કોણ જવાબદાર છે અને લિફ્ટ તૂટતા જે 6 શ્રમિકો મોતને ભેટ્યા છે તેની જવાબદારી કોની છે ? આ ઉપરાંત એવા પણ સવાલ ઊભા થઇ રહ્યા છે કે, શ્રમિકોની સલામતીની કેમ દરકાર ન લેવાઈ? અને સલામતીની સ્થિતિને કેમ નજરઅંદાજ કરાઈ ? ત્યારે હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

Live 247 Media

disabled