અમદાવાદમાં સુંદર યુવતીએ કુર્તિ બતાવવા આવેલા વેપારીને રૂમમાં એકલો અંદર બોલાવી દરવાજો કરી દીધો બંધ ને પછી તો દે ધનાધન
પૈસા કમાનના માટે અપનાવેલ શોર્ટકટ રસ્તો જેલના સળિયા પાછળ લઇ જાય છે અથવા તો બરબાદી તરફ લઇ જાય છે. આજકાલ હની ટ્રેપ દ્વારા કોઇ વ્યક્તિને ફસાવી મોટી રકમ પડાવવામાં આવતી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અમદાવાદમાંથી હાલ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પોલિસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે જયારે ફરાર અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ મામલે મહિલા સહિત 6 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એક મહિલા સોનીની ચાલ પાસે લેડીઝ ડ્રેસ મટિરિયલનો ધંધો કરતા વેપારીને ત્યાં આવી. તેણે એવું કહ્યુ કે તે સુરતથી આવે છે અને તેને ધંધો કરવા માટે ડ્રેસ લેવા છે.

આમ કહી તેણે વેપારીનો નંબર લઇ લીધો અને કહ્યુ કે, તે પછી આવશે, તે બાદ તે દુકાનમાંથી જતી રહી. થોડા દિવસ બાદ મહિલાએ વેપારીને ફોન કર્યો અને કહ્યુ કે તે ડ્રેસના મટિરિયલના ફોટા લઇને આવે પણ વેપારીએ કહ્યુ કે તે વ્યસ્ત છે, આવી રીતે વેપારીએ મુલાકાત કરવાનું ટાળ્યુ હતુ. પરંતુ આ મહિલાએ તેની ચાલાકીથી વેપારીને એક ફ્લેટમાં બોલાવ્યો અને તે બાદ ધંધાની લાલચમાં વેપારી મહિલાએ બોલાવેલ ફ્લેટ પર પહોંચી ગયો હતો. કૃષ્ણનગર પોલિસ સ્ટેશને આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વેપારીની ચાલાકીથી તે લાખો રૂપિાના નુકશાનથી બચી ગયો છે. વેપારીને ફ્લેટમાં બોલાવ્યા બાદ તેણે ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો અને થોડીવાર બાદ કોઇએ દરવાજો ખખડાવ્યો અને દરવાજાના બીજા છેડે બે લોકો ઊભેલા જોવા મળ્યા.
તેઓએ ક્રાઇમ બ્રાંચની ઓળખ આપી અને વેપારીને મારીને 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી. આ મામલો આખરે ચાર લાખ રૂપિયામાં સેટલમેન્ટ કરવાની વાત આરોપીઓ અને વેપારીઓ વચ્ચે થઇ. કૃષ્ણનગરના આ હનીટ્રેપના મામલે વેપારીએ કહ્યુ કે ચાર લાખ લેવા દુકાને જવું પડશે. ત્યાર બાદ ગેંગના સભ્યોમાંથી બે સભ્યો વેપારીને ગાડીમાં બેસાડીને દુકાને લઈ ગયા અને ત્યાં વેપારીએ પોતાના દીકરાને સમગ્ર હકીકતની જાણ કરી હતી અને બાદમાં વેપારીએ પણ ચલાકી વાપરીને રૂપિયાની સગવડ કરવા જવું પડશે તેમ કહીને છટકી ગયો હતો, ફરિયાદી વેપારીએ વકીલ મારફતે પોલીસ ફરિયાદ કરી અને આ મામલે પોલીસે બે આરોપીની હાલ ધરપકડ કરી છે. હાલ તો પોલિસ ફરાર આરોપીઓને શોધવામાં લાગી છે.