અમદાવાદ : મેટ્રોમોનિયલ સાઇટ પર થયો સંપર્ક, લગ્નની લાલચ આપી યુવતિને હોટલમાં ઘપાઘપ કરવા.... - Chel Chabilo Gujrati

અમદાવાદ : મેટ્રોમોનિયલ સાઇટ પર થયો સંપર્ક, લગ્નની લાલચ આપી યુવતિને હોટલમાં ઘપાઘપ કરવા….

ચેતી જજો : લગ્નવિષયક વેબસાઈટ પર કોન્ટેક્ટ થયા પછી બંને જણા હોટેલમાં ઘપાઘપની મજા લેવા ગયા પછી થયો ગંદો કાંડ

મહિલાઓ પર અત્યાર અને બળાત્કારના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું સાંભળવા મળતુ હોય છે કે, યુવક દ્વારા યુવતિને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધવામાં આવતા હોય છે અને પછી યુવક કોઇ પણ બહાનું કાઢી તેની સાથે સંબંધ કાપી નાખતો હોય છે.  આવા કેસમાં મહિલા ઘણીવાર પોલિસ ફરિયાદ નોંધાવતી હોય છે અને ઘણીવાર આત્મહત્યા જેવું પગલુ ભરતી હોય છે.

હાલ આવો જ એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં એક મહિલાને મેટ્રોમોનિયલ સાઇટ થકી એક યુવક સાથે સંપર્ક થયો અને તે બાદ બંને વચ્ચે લગ્નની વાતો થઇ, આ બધુ થયા બાદ યુવક યુવતિને હોટલમાં લઇ ગયો અને તેને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધો પણ બાંધ્યા. તે બાદ યુવકના લગ્ન બીજે નક્કી થયા હોવાનું કહી સંબંધો તોડી નાખવા કહ્યુ. હવે આ કેસમાં યુવતિએ અમદાવાદના ચાંદખેડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને યુવતિની ફરિયાદને આધારે પોલિસે તપાસ શરૂ કરી છે.

આ યુવતિના લગ્ન પહેલા વર્ષ 2013માં થયા હતા અને તેને સાસરી પક્ષમાંથી તેમજ પતિ તરફથી ત્રાસ મળતો હતો જે કારણે તેને કંટાળી છૂટાછેડા લેવા વર્ષ 2019માં કોર્ટમાં કેસ કર્યો હતો. આ બાદ યુવતિ તેના માતા-પિતા સાથે રહેતી હતી અને તે તેના માતા-પિતા પર બોજ બનવા માંગતી હતી. જેને કારણે તે વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

તે બાદ તેણે તેનો બાયોડેટા મેટ્રોમોનિયલ સાઇટ પર મૂક્યો હતો અને આ દરમિયાન એક યુવક સાથે તેનો પરિચય થયો હતો. યુવકે લગ્ન માટે હા પાડી હતી અને વન નાઇટ સ્ટેન્ડ કરવાની વાત કરી હતી. આ યુવકે મહિલાને મળવા માટે ચાંદખેડાની એક હોટલમાં બોલાાવી હતી અને તેને એક નાઇટ રોકાવા માટે કહ્યુ હતુ.

યુવતિને યુવકે કહ્યુ હતુ કે, તે લગ્ન કરશે અને એટલે જ તે બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. લગ્નની વાતથી યુવતિ ઘણી ખુશ હતી પરંતુ તેને કયાં ખબર હતી કે તેની આ ખુશી કેટલાક જ દિવસની છે. એક દિવસ યુવકનો ફોન આવ્યો અને તેણે કહ્યુ કે તેના લગ્ન બીજે કયાંક નક્કી થઇ ગયા છે આ સાંભળી તો યુવતિ સ્તબ્ધ થઇ ગઇ અને જાણે કે તેના પગ નીચેથી જમીન ખસી ગઇ.

તે બાદ તે  યુવકના ઘરે ગઇ અને ત્યાં તેના માતા-પિતાએ તેને કહ્યુ કે, તે જે થયુ એ ભૂલી જાય તે બાદ આખરે તેણે ચાંદખેડા પોલિસ સ્ટેશનમાં યુવક સાથે બળાત્કારની ફરિયાદ નોંધાવી. આ મામલે પોલિસ તપાસ કરી રહી છે અને આરોપીની ધરપકડ કરવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.

Live 247 Media

disabled