અમદાવાદની પ્રતિષ્ઠિત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની શિક્ષિકાએ તેના બીજા પતિ ઉપર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું, "મિત્રોની પત્નીઓ સાથે પણ સંબંધો..." - Chel Chabilo Gujrati

અમદાવાદની પ્રતિષ્ઠિત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની શિક્ષિકાએ તેના બીજા પતિ ઉપર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું, “મિત્રોની પત્નીઓ સાથે પણ સંબંધો…”

બોપલની શાળામાં શિક્ષિકાએ પતિની ગંદી કરતૂતનો ખુલાસો કર્યો, પતિને ફ્રેન્ડ્ની પત્નિઓ સાથે રાતભર રંગરેલિયો

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી પતિ પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ હોવાના ઢગલાબંધ સમાચાર આવી રહ્યા છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં મોટા મોટા ઘરના પ્રતિષ્ઠિત લોકો પણ સામે આવતા હોય છે. હાલ એવો જ એક મામલો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક નામી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલની શિક્ષિકાએ તેના પતિ ઉપર આરોપ લગાવ્યો છે.


આ બાબતે  પ્રાપ્ત માહિતી અંસુઅર અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડીયમ સ્કૂલની શિક્ષિકાએ તેના પતિ ઉપર તેના જ મિત્રોની પત્નીઓ સાથે સંબંધો હોવાની ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત પતિ ઐયાશી ભરેલું જીવન જીવે છે અને પરીઓ પણ કરતો હોવાના આરોપો લગાવ્યા છે.

આ બાબતે મળતી વધુ માહિતી અનુસાર પ્રહલાદનગરમાં રહેતી અને ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ફરજ બજાવી રહેલી 41 વર્ષીય શિક્ષિકા તેના બીજા પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાવી છે. તેને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પહેલા લગ્ન બાદ વર્ષ 2012માં છૂટાછેડા થયા હતા, પહેલા લગ્નથી તેને એક દીકરો પણ હતો.

જેના બાદ તેને વર્ષ 2018માં બીજા લગ્ન કર્યા. તેના બીજા પતિના પણ અગાઉ છૂટાછેડા થઇ ચુક્યા હતા. શિક્ષિકાના બીજા પતિએ તેના દીકરાને પોતાના દીકરાની જેમ રાખવાની બાંહેધારી પણ આપી હતી. પરંતુ લગ્નના ત્રણ મહિના બાદ જ તેના પતિએ તેની સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. આ વાતની જાણ શિક્ષિકાએ તેના પિયરમાં કરતા પતિએ ફરી આવું નહિ કરવાની ખાતરી પણ આપી હતી.

મહિલાએ વધુમાં તેના પતિ અને સસરા ઉપર આરોપ લગાવતા જણાવ્યું કે તેના પતિ અને સસરાએ તેની જાણ બહાર એક અલગ ફ્લેટ પણ ખરીદ્યો હતો. તેનો પતિ તેની પહેલી પત્ની સાથે પણ સંબંધો રાખવા લાગ્યો હતો, આ ઉપરાંત તે અવાર નવર વડોદરા પાર્ટીઓ કરવા માટે જતો હતો અને ત્યાં તેના મિત્રોની પત્નીઓ સાથે પણ સંબંધો બાંધતો હોવાનો આક્ષેપ પણ શિક્ષિકાએ કર્યો છે.

આ ઉપરાંત એકવાર ટિફિન બાબતે બોલચાલ થતા પતિએ શિક્ષિકાનો મોબાઈલ પણ ટોયલેટમાં ફેંકી દીધો હતો, ત્યારે આ બાબતે શિક્ષિકાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં પતિ ઘરેથી નીકળી ગયો હતો. જેના અબ્દ 14 ડીસેમ્બરે ઘરે આવી શિક્ષિકાના 60,000 રૂપિયા અને સામાન લઈ જતા રહ્યા હતા. જેના બાદ શિક્ષિકા અને પુત્રને તરછોડી દેતાં તેમણે વેસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Uma Thakor

disabled