અમદાવાદ : વહેલી સવારમાં જ અગાસીમાં ચડીને છોકરીની બાજુમાં સુઈને કરવા લાગ્યો આવું, છાતી પર હાથ... - Chel Chabilo Gujrati

અમદાવાદ : વહેલી સવારમાં જ અગાસીમાં ચડીને છોકરીની બાજુમાં સુઈને કરવા લાગ્યો આવું, છાતી પર હાથ…

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી યુવતિઓ અને મહિલાઓ પર અત્યાચાર, છેડતી અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આવા કિસ્સાઓમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ અગ્રેસર રહ્યુ છે. હાલમાં અમદાવાદમાંથી જ આવે એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાના ઘરમાં એક યુવક ઘૂસી ગયો અને ચાકૂ બતાવી તેણે ઇજ્જત લૂટવાના ઇરાદે પકડવાની કોશિશ કરી, જો કે મહિલાએ આ દરમિયાન બૂમાબૂમ કરતા આરોપી ધાબા પર જઇ આ મહિલાની 14 વર્ષિય દીકરી સાથે સૂઇ ગયો અને શરીર પર હાથ ફેરવી અડપલા કરવા લાગ્યો.

હાલ તો આ ઘટનાને લઇને પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમરાઇવાડી વિસ્તારમાં રહેતી એક મહિલા કે જે 36 વર્ષની છે તેને એક દીકરો અને એક દીકરી છે. મહિલાનો પતિ GIDCમાં નોકરી કરે છે ત્યારે રવિવારે રાત્રે દસેક વાગ્યે મહિલા અને તેનો પતિ બાળકો સાથે ધાબા પર સૂતા હતા ત્યારે વહેલી સવારે 4 વાગ્યા આસપાસ મહિલા રસોડામાં કામ કરતી હતી તે વખતે ત્યાં જ રહેતો ધર્મેશ ઘરનો દરવાજો ખોલીને હાથમાં ચાકુ બતાવીને મહિલા પાસે આબરૂ લેવાના ઇરાદે આવ્યો હતો.

જો કે,  મહિલાએ જોરથી બૂમો પાડતાં આરોપી ધર્મેશ ઘરની સીડી મારફતે ધાબા પર જતો રહ્યો અને ત્યાં જઇ 14 વર્ષિય દીકરી કે જે ખાટલામાં સૂતી હતી. તેના ભેગો સૂઇ ગયો અને સગીરાના શરીર પર હાથ ફેરવી અડપલા કરવા લાગ્યો, જે બાદ સગીરાએ બુમાબુમ કરી ત્યારે મહિલાનો પતિ પણ જાગી ગયો અને આરોપીને પકડવા જતા આરોપીએ ચપ્પુ બતાવી મહિલાના પતિને ડરાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બૂમાબૂમ કરતા આસપાસના માણસો ભેગા થઇ ગયા હતા અને ત્યારે આરોપી પોતાના ઘરના બાથરૂમમાં દરવાજો બંધ કરી છુપાઈ ગયો હતો. આરોપીને તેની માતાએ બહાર કાઢ્યો તો ચપ્પુ લઈ મહિલાના પતિ ઉપર હુમલો કરવા ગયો હતો. જેના કારણે મહિલાના પતિને સામાન્ય ઈજા થઈ હતી. જો કે, ઘટનાની સૂચના મળતા જ અમરાઈવાડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને પકડી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Live 247 Media

disabled