કીર્તિ પટેલને રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયા પર ગાળો બોલવા જોઈએ, તે માનસિક રોગી છે, સારા ઘરનાં દીકરા-દીકરીને ફસાવ્યાં, જુઓ કોને ધડાકો કરી નાખ્યો - Chel Chabilo Gujrati

કીર્તિ પટેલને રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયા પર ગાળો બોલવા જોઈએ, તે માનસિક રોગી છે, સારા ઘરનાં દીકરા-દીકરીને ફસાવ્યાં, જુઓ કોને ધડાકો કરી નાખ્યો

સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ અવાર નવાર સમાચારોમાં રહે છે. તે સોશિયલ મીડિયા સાથે સાથે ગુનાની દુનિયામાં પણ ઘણી ફેમસ થઇ ચૂકી છે. થોડા સમય પહેલા તે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી કોમલ પંચાલ પર જીવલેણ હુમલો કરવા બાબતે ચર્ચામાં આવી હતી.

જે બાદ તેના વિરૂદ્ધ સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે હાલમાં ફરી એકવાર કીર્તિ વિવાદમાં આવી અને તેના વિરૂદ્ધ વધુ એક ફરિયાદ વસ્ત્રાપુર પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ વિરૂદ્ધ નોંધાઇ. કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડે એક યુવતિના ફોટા બિભત્સ લખાણ સાથે વાયરલ કર્યા હતા, આ આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

જે યુવતિએ કીર્તિપટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે તેણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તે સુરત એક સંબંધીના લગ્નમાં ગઈ હતી ત્યારે તે કીર્તિ પટેલના સંપર્કમાં આવી હતી. એ પછી 2 મહિના કીર્તિ જેલમાં ગઈ હતી, જ્યાંથી પરત ફરીને તેણે મારો સંપર્ક કર્યો હતો અને મારી સાથે કોઈ નથી એવી ઈમોશનલ વાતો કરી હતી.

મને લાગ્યું આ છોકરી સાચી છે.આ બાબતે આગળ તે યુવતિએ જણાવ્યુ એક, તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી ન હતી અને તેને એટલી ખબર પણ પડતી ન હતી. તેણે કહ્યુ કે, તેને લોકો પરેશાન કરતા અને તેને મારી પણ હતી. ફરિયાદી યુવતિ અને કીર્તિ પટેલ વચ્ચે અવાર નવાર વાતચીત થતી રહેતી હતી. તેઓ છેલ્લા 1-2 વર્ષથી સંપર્કમાં આવ્યા હતા અને મિત્રતા પણ તેમની વચ્ચે કોઇ ન હતી.

બાદમાં હું દુબઇ જતી રહી હતી. જ્યાં પણ કીર્તિએ મારો સંપર્ક કરીને મારે દુબઇ આવવું છે, મારી પાસે પૈસા નથી, હું આવીને આપી દઈશ, એવું કહ્યું હતું. વધુમાં ફરિયાદી યુવતિ જણાવે છે કે, ધીમે ધીમે કીર્તિ પટેલ મને ફસાવવા માગતી હોવાનો ખ્યાલ આવતાં મેં તેને ના પાડવાનું ચાલુ કર્યું.

આ બાબતથી તે ઉશ્કેરાઈ ગઇ અને તેણે મારા વિરુદ્ધ ષડયંત્રો કરવાના ચાલુ કર્યા. તેણે કોઈપણ વ્યક્તિને બાકી નથી રાખી. ગૃહિણીથી લઈને સારા ઘરનાં દીકરા-દીકરી કોઈપણને કોઈપણની સાથે કોઈને પણ જોડી દે છે, તે કંઈપણ કરે છે. તેણે આગળ જણાવ્યુ કે, હું સાચી હોવાને કારણે મને ફરક ન પડ્યો અને તેની સામે લડી.  દુબઈમાં પણ તેનું વર્તન ઘણું ખરાબ હતું.

જેને કારણે તેણે આવી ગુજરાતની ગંદકીથી દૂર રહેવાનું નક્કી કર્યું . કીર્તિ પોતે ઝઘડા, મારામારી અને ફરિયાદો કર્યા બાદ વગદાર વ્યક્તિઓની આડમાં રહીને છૂટી જવા અથવા તેમની પાસે સામેવાળાને ગાળો અપાવે, મારામારી કરાવવાની અપેક્ષાઓ રાખે છે.”

કીર્તિએ કોમલ પંચાલ સામે કેસ કર્યો હતો અને એમાં મારો પણ હાથ ન હતો તો પણ તેણે મને સમજવાની જગ્યાએ બધાએ ભેગા મળીને ગાળો બોલવાનું શરૂ કર્યુ. તેને રોજ સવારે ઊઠીને સોશિયલ મીડિયામાં ગાળો બોલવા જોઈએ છે, એટલે એ માનસિક રોગી હોય એવું મને હવે ફીલ થાય છે.

ફરિયાદી યુવતિએ છેલ્લે સ્પષ્ટ કહ્યું કે, ”સમાજના હોદ્દેદારોએ તેના વિશે કોઈ નિર્ણય લેવો જોઈએ, નહિ તો કાલે ઊઠીને તેમનો પણ આ જ વારો આવવાનો છે. મેં પણ તેને રૂપિયા આપવાની ના પાડી પછી તેણે મારા પર આક્ષેપ કરવાનું શરૂ કર્યું. પોલીસ ફરિયાદ કર્યા બાદ તેણે ફોન કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકવાનું ચાલુ છે.”

Live 247 Media

disabled