રાજકોટનો આ પરિવાર "વ્હાલુડીના વિવાહ"માં માતા-પિતા વિહોણી દીકરીઓને કરશે આટલા તોલા સોનાનું દાન - Chel Chabilo Gujrati

રાજકોટનો આ પરિવાર “વ્હાલુડીના વિવાહ”માં માતા-પિતા વિહોણી દીકરીઓને કરશે આટલા તોલા સોનાનું દાન

“વ્હાલુડીના વિવાહમાં” માતા પિતા અને પિતા વિહોણી દીકરી માટે રાજકોટના આ ઉદ્યોપતિ કરશે મોટું કામ, આપશે આટલા તોલા સોનુ

ગુજરાતમાં માનવતા મહેકાવતા ઘણા બધા કિસ્સાઓ આપણે જોતા હોઈએ છીએ, જેમાં ઘણા લોકો એવા એવા કામ કરી જાય છે જેના કારણે આપણા પણ દિલ જીતી લે છે. ગરીબ, અનાથ અને માતા પિતા વિહોણી દીકરીઓ માટે પણ આપણા ગુજરાતમાં દર વર્ષે ઘણી જગ્યાએ સમૂહ લગ્ન પણ યોજવામાં આવે છે અને તેમાં પણ ઘણા લોકો દ્વારા દાનના ધોધ વહાવવામાં આવતા હોય છે.

ત્યારે આ વર્ષે દીકરાનું ઘર વુર્ધ્ધાશ્રમ છેલ્લા ચાર વર્ષથી ચાલી આવતા માતા પિતા વિહોણી અને પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી નિરાધાર, નિઃસહાય અને લાચાર દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવવાના છે, જેને “વ્હાલુડીના વિવાહ” તરીકે ઓળખવામાં આવે છે. જેમાં દર વર્ષે ઘણા લોકો દ્વારા આ દીકરીઓને કરીવાર તરીકે ઘણું બધું આપવામાં આવે છે.

ત્યારે આ વર્ષે 18 ડિસેમ્બરના રોજ યોજાનારા આ “વહાલુડીના વિવાહ”માં રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ આદ્રોજા પરિવારના મોભી એવા શિવલાલભાઈ આદ્રોજા અને તેમના પત્ની રિવાબેન દરેક દીકરીઓને એક એક તોલા સોનાની ભેટ આપવાની જાહેરાત કરી છે.  આ જાહેરાતને તેમના પરિવાજનો પુત્ર-પુત્રવધુઓ અશ્વિનભાઇ આદ્રોજા, રંજનબેન આદ્રોજા, કિરીટભાઇ આદ્રોજા, વર્ષાબેન આદ્રોજા, જીજ્ઞેશભાઇ આદ્રોજા અને તૃપ્તીબેન આદ્રોજા તેમજ પૌત્ર-પૌત્રીઓએ સમર્થન આપી સમાજને નવો રાહ ચીંધ્‍યો છે.

સૌરાષ્ટ્રનાં મોટા ગજાનાં ઉદ્યોગપતિ, સીરામીક, બાંધકામ, પાઈપ, કેબલ અને પંપના ધંધા સાથે સંકળાયેલા શીવલાલભાઈ આદ્રોજા અને રેવાબેન આદ્રોજા પરિવાર  મુળ મોરબી પાસે આવેલ લાલપર ગામના વતની પરંતુ વર્ષોથી રાજકોટને પોતાની કર્મભૂમી બનાવી સખત મહેનત અને પુરૂષાર્થથી આગળ આવી ઉદ્યોગજગતમાં આદરભર્યુ સ્થાન મેળવનાર શીવલાલભાઈ આદ્રોજા શહેરની અસંખ્ય સંસ્થાઓ સાથે, જ્ઞાતીની અનેક સેવા સંસ્થાઓ સાથે તન મન અને ધનથી સીધા સંકળાયેલા છે.

Uma Thakor

disabled