LPG સિલેન્ડરની કિંમતોમાં ધમાકેદાર વધારો આવ્યો, ભાવ સાંભળીને તમારા કાન ફાટી જશે - Chel Chabilo Gujrati

LPG સિલેન્ડરની કિંમતોમાં ધમાકેદાર વધારો આવ્યો, ભાવ સાંભળીને તમારા કાન ફાટી જશે

પાછળના મહિને 250 રૂપિયા રૂપિયા મોંઘો થવા બાદ આ મહિને કોમર્શિયલ ગેસની કિંમત ફરી વખત વધી છે. 1 મેના રોજ 19 કિલોના ગેસ સિલેન્ડરની કિંમતમાં 102.50 રૂપિયા થઇ ગયો છે. અત્યાર સુધી આ ગેસ સિલેન્ડર 2253 રૂપિયામાં મળી રહ્યો હતો જે હવે 2355.50 રૂપિયા થઇ ગયો છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી રસોઈ ગેસની કિંમતમાં કોઈ પણ જાતનો વધારો થયો નથી.

આ મહિનાના પહેલા જ દિવસે કોમર્શિયલ ગેસ સિલેન્ડરની કિંમતમાં જોરદાર વધારો થયો છે. 1 મેના રોજ 19 કિલોના ગેસ સિલેન્ડરની કિંમતમાં 102.50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં હવે આ ગેસ સિલેન્ડર 2355.50 રૂપિયા થઇ ગયો છે જે અત્યાર સુધી 2253 રૂપિયામાં મળી રહ્યો હતો તેમજ 5 કિલોનો LPG સિલેન્ડર 655 રૂપિયામાં મળી રહ્યો છે.

આ વધારો થયા બાદ હવે કોલકત્તામાં 19 કિલો વાળા કોમર્શિયલ ગેસ સિલેન્ડર 2454 રૂપિયાનો થઇ ગયો છે જે આગળના મહિને 2351.50 રૂપિયામાં મળી રહ્યો હતો. મુંબઈમાં હવે કોમર્શિયલ ગેસ સિલેન્ડર 2307.50 રૂપિયે મળશે જે અત્યાર સુધી 2205 રૂપિયામાં મળી રહ્યો હતો. ચેન્નાઇમાં સિલેન્ડરની કિંમત હવે 2508.5 રૂપિયા થઇ ગઈ છે જે આગળના મહિને સુધી 2406 રૂપિયામાં મળી રહ્યો હતો.

એપ્રિલના પહેલા જ દિવસે કોમર્શિયલ LPG સિલેન્ડરની કિંમતમાં 250 રૂપિયા વધારવામાં આવ્યા હતા. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલો વાળો LPG સિલેન્ડર 2253 રૂપિયા થઇ ગયો હતો. મોંઘવારીનો માર સહન કરવા વાળી જનતા માટે રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલેન્ડરની કિંમતમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. છેલ્લી વખત તેની કિંમતમાં 22 માર્ચ 2022ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેના પછી દિલ્હીમાં ગેસ સિલેન્ડરની કિંમત 949.50 રૂપિયા થઇ ગઈ હતી.

Live 247 Media

disabled