આ છે એવી છોકરી કે જેના શરીર પરના બધા ભાગ પર છે ટેટૂ, એક વાર તો ટેટૂને કારણે આંખે દેખાવાનું થઇ ગયુ હતુ બંધ - Chel Chabilo Gujrati

આ છે એવી છોકરી કે જેના શરીર પરના બધા ભાગ પર છે ટેટૂ, એક વાર તો ટેટૂને કારણે આંખે દેખાવાનું થઇ ગયુ હતુ બંધ

છી..છી..છી…શરીરના એવા એવા ભાગે આ યુવતીએ ટેટ્ટુ કરાવ્યા છે કે જોઈને ઉલ્ટી કરી જશો

એક મોડલે તેની તસવીરો ઓનલાઇન વેચીને ડોઢ કરોડથી વધારેની કમાણી કરી છે. આ મોડલનુંનામ અંબર લ્યૂક છે. અંબર લ્યૂકના પૂરા શરીર પર ટેટૂ જ ટેટૂ છે. એટલે કે શરીરની 900 ટકા સ્કિન પર તેણે ટેટૂ કરાવી લીધા છે. ડેલી સ્ટાર અનુસાર 26 વર્ષની અંબર લ્યૂકની ઓળખ ટેટૂ મોડલ તરીકે થઇ છે. તે ઓસ્ટ્રેલિયાના ક્વીસલૈંડની રહેવાસી છે. મોડલે શરીરમાં બીજા ઘણા ચેન્જ કરાવ્યા છે. કાનના નીચેના ભાગને ખેંચીને લાંબો કરાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ℑℜ (@amberluke.fanpage)

તે તેની સ્કિનમાં ઘણી જગ્યા પિયર્સિંગ કરાવી ચૂકી છે. આ મોડલની 99 ટકા સ્કિન ટેટૂની ઇન્કથી ભરેલી છે. હદ તો એ છે કે ટેટૂ પ્રેમના કારણે તે કેટલાક સમય માટે અંધ થઇ ગઇ હતી. જયારે તેણે તેના EYEBALLને નીલા રંગથી રંગાવ્યા હતા. સેવન લાઇફ સાથે વાત કરતા તેણે કહ્યુ, આજે હું જે પણ છું તેનો મને કોઇ પસ્તાવો નથી. આજે હું જે છું તે મને ખરેખર ગમે છે. એમ્બર લ્યુકે કહ્યું કે આ તમામ ફેરફારો ઘણો આત્મવિશ્વાસ આપે છે.

તેણે કહ્યું કે શરૂઆતમાં તેને ડર હતો કે તેના શરીર પર ઘણા બધા ટેટૂ હોવાના કારણે તેને ક્યારેય નોકરી નહીં મળે, પરંતુ એવું થયું નહીં. તેને સોશિયલ મીડિયા પર ઘણી બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો મોકો પણ મળે છે, તેને ફોટોશૂટની ઘણી મોંઘી ઓફર પણ મળી છે. મોડલનો દાવો છે કે તેની તસવીરો ઓનલાઈન વેચીને તેણે લગભગ 1 કરોડ 63 લાખ રૂપિયાની કમાણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by ℑℜ (@amberluke.fanpage)

હવે તેનું સપનું છે કે તે વર્ષ 2023માં પોતાના માટે ઘર ખરીદી શકે. એમ્બર લ્યુકે 14 વર્ષની હતી ત્યારે તેનું પહેલું ટેટૂ કરાવ્યું હતું. ત્યારબાદ તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી હતી. જ્યારે તે કહે છે કે ટેટૂ કરાવ્યા પછી તે વધુ આત્મવિશ્વાસ અનુભવે છે.

 

View this post on Instagram

 

A post shared by ℑℜ (@amberluke.fanpage)

Live 247 Media

disabled