એક જ પરિવારના 8 લોકો ! પત્ની-પુત્ર અને બહેનની લાશ બાદ બીજા 4ને શોધી રહેલા વ્યક્તિનું હૈયાફાટ રુદન - Chel Chabilo Gujrati

એક જ પરિવારના 8 લોકો ! પત્ની-પુત્ર અને બહેનની લાશ બાદ બીજા 4ને શોધી રહેલા વ્યક્તિનું હૈયાફાટ રુદન

મોભીનું હૈયાફાટ આક્રંદ, “મારો પરિવાર ક્યાં ગયો ભગવાન ?” સાહેબ આખો પરિવાર પુલ પર ગયેલો અને..

મોરબીમાં 30 ઓક્ટોબર રવિવારના રોજ મોટી દુર્ઘટના બની. ઝૂલતો પુલ તૂટવાને કારણે ઘણા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા અને એમાંથી અત્યાર સુધી 170થી વધુને બચાવી લેવાયા છે, જ્યારે અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી રહી છે. હજુ પણ મૃતકોનો આંકડો વધવાની શક્યતા છે કારણ કે સેનાના જવાનો સહિત અનેક બચાવ કામગીરીમાં લાગેલા છે. ત્યારે આ દુર્ઘટનામાં એક એવા વ્યક્તિ છે જેઓ 8 લોકો અહીં ફરવા આવ્યા હતા અને તેમાંથી ત્રણની લાશ મળી છે

જ્યારે બીજા 4ને હજુ પણ તેઓ શોધી રહ્યા છે. આરીફશા નૂરશા શાહમદારના પત્ની અને 5 વર્ષીય દીકરાનો મૃતદેહ મળી આવતા તેમના તો માથે આભ ફાટી પડ્યુ છે. તેમના પરિવારના હજુ પણ દીકરી સહિત 4 લોકો લાપતા છે. આરીફશા નૂરશા શાહમદાર મજૂરી કામ કરે છે અને તેમના બેન જામનગરથી આવ્યા હોવાને કારણે ઘરના 8 લોકો મોરબીના ઝુલતા પુલ પર ફરવા ગયા હતા. ત્યારે આ દુર્ઘટના બનતા પત્ની અને દીકરાનો મૃતદેહ મળ્યો, જ્યારે દીકરી લાપતા છે

અને બીજા 4 લોકો હજુ લાપતા છે. 8 પૈકી એક ભાભી જીવિત મળ્યા, જેમને હાથના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે. આરિફશાના મિત્રએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ ઘરના 8 લોકો લાપતા હતા. જેમાંથી એમની પત્ની અને પાંચ વર્ષીય દીકરાનો મૃતદેહ મળ્યો છે. એમના બેનનો મૃતદેહ મળ્યો છે. બાકી એમના દીકરી, એમની બેનની દીકરી-દીકરો અને એમના ભાઈની દીકરી લાપતા છે.

તેઓ અનુસાર, હજુ 100થી 150 બાળકો નીકળશે એવું તેમનું માનવું છે. ઘણા નાના બાળકોના મૃતદેહ મળશે. પરિસ્થિતી હમણાં ખૂબ ખરાબ છે. તેમણે સમગ્ર ઘટના અંગે તેમની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મારો એક સવાલ છે કે આ જે પુલ બનાવ્યો એના પર જનારાનો ટાર્ગેટ તો હોવો જોઈએ ને.

Live 247 Media

disabled