થાઇલેન્ડ જઇને પાર્લરમાં મસાજ કરાવી રહ્યા હતા કાકા, છોકરીએ જેવું જ કર્યુ ટચ કે અચાનક થઇ ગયો એવો કાંડ... - Chel Chabilo Gujrati

થાઇલેન્ડ જઇને પાર્લરમાં મસાજ કરાવી રહ્યા હતા કાકા, છોકરીએ જેવું જ કર્યુ ટચ કે અચાનક થઇ ગયો એવો કાંડ…

થાઈલેન્ડ જઈને કાકાનું મન લલચાયું, હોટ યુવતીને જોઈને મસાજ કરાવવા ગયા પાર્લરમાં.. જેવો છોકરીએ ટચ કર્યો એવું જ થઈ ગયું એવું કે આખું પાર્લર છે કોમામાં..

થાઈલેન્ડ શ્રેષ્ઠ મસાજ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલમાં જ ત્યાંના એક મસાજ પાર્લરમાં આવી ઘટના બની, જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. જો કે, પોલીસ આ ઘટના હકિકત શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, 70 વર્ષીય એક વ્યક્તિ ‘હેપ્પી એન્ડિંગ’ નામના મસાજ પાર્લરમાં ગયો હતો. ત્યાં તે કપરા ઉતારીને સૂઈ ગયો. ત્યારપછી 39 વર્ષીય મિસ ઓરાયા તેને મસાજ કરવા માટે આવી, પરંતુ તેણે વૃદ્ધને સ્પર્શ કરતાં જ તેની તબિયત બગડવા લાગી. બાદમાં તેમનું મોત થયું હતું. થાઈલેન્ડ પોલીસના જણાવ્યા અનુસાર, તેમની એક ટીમ પટ્ટાયા શહેરના બેંગ લામુંગ સ્થિત એક મસાજની દુકાન પર પહોંચી.

ત્યાં એક 70 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. જેની ઓળખ બ્રિટનના રહેવાસી જોન સ્વેન તરીકે થઈ. પોલીસ અનુસાર, તેમનું મસાજ દરમિયાન મોત થયું હતું, જ્યારે એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી ત્યારે ત્યાં હાજર આરોગ્ય કર્મચારીઓએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યાં જ ઓરાયાએ જણાવ્યું કે તે સામાન્ય રીતે કામ કરી રહી હતી. તેણે વૃદ્ધને જોયા તો તે સૂતા હતા. અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. થોડી વાર પછી તે હાંફવા લાગ્યા. આના પર તેણે મસાજ પાર્લરમાં હાજર અન્ય યુવતીઓને મદદ માટે બોલાવી. થોડા સમય પછી, તેઓને લાગ્યું કે વૃદ્ધના બચવાની કોઈ આશા નથી, તેથી તેઓએ તેમના શરીરને ટુવાલથી ઢાંકી દીધું.

સિન સિટી વિસ્તારમાં આવેલા એક મસાજ પાર્લરમાં બ્રિટનનો એક વ્યક્તિ ભાડાની હોન્ડા મોટરસાઇકલ પર બપોરે 3 વાગ્યે મસાજ પાર્લરમાં પહોંચ્યો હતો. ત્યાં જઈને તેણે બધાં ઉતાર્યાં અને ટેબલ પર જઈને સૂઈ ગયો. ત્યાં મસાજ કરવા આવેલી મિસ ઓરાયાએ તેલ મસાજ કર્યું, તો તેણે જોયું કે વ્યક્તિના શ્વાસમાં વધઘટ થવા લાગી હતી. ઓરાયાએ મદદ માટે વિનંતી કરી અને સ્ટાફે CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) કરવાનું શરૂ કર્યું.

તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો પરંતુ આ પ્રયાસ પણ તેને બચાવી શક્યો નહીં. જે બાદ તેના શરીરને ટુવાલથી ઢાંકી દેવામાં આવ્યું હતું. તેના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા તેને સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃતક વ્યક્તિ પાર્લરમાં પહોંચ્યો તેના એક કલાક પછી પોલીસ સાંજે 4 વાગ્યે બેંગ લામુંગ જિલ્લામાં “લવલી મસાજ” દુકાન પર પહોંચી અને સ્થળને ઘેરી લીધું.

Live 247 Media

disabled