સુરત : મોટી ઉંમરના યુવક સાથે પ્રેમમાં પાગલ બનેલી ધોરણ 11 માં ભણતી દીકરી થઇ ગર્ભવતી

ધોરણ 11 માં ભણતી દીકરીને વિનોદ પાંડેસરામાં આવેલી એક હોટલમાં લઇ જઈને શરીર સુખ માન્યું હતું પછી રાત્રે

સમાચારમાં રોજ બરોજ એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે સામાન્ય માણસના પણ હોશ ઉડાવી દે. ત્યારે થોડા દિવસ પહેલા જ એક ઘટના સુરતમાંથી સામે આવી હતી, જેમાં ધોરણ 11માં ભણતી વિધાર્થીના પેટમાં 6 મહિનાનું ગર્ભ મળી આવતા ચકચારી મચી ગઈ હતી.

સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ધોરણ-11માં ભણતી એક વિધાર્થીનીના પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો. જેના બાદ તપાસ કરતા માલુમ પડ્યું કે તેના પેટની અંદર 6 મહિનાનો ગર્ભ છે. જેના બાદ સગીરાની માતા પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. જેના બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

ત્યારે હવે આ મામલામાં વિધાર્થીનીને ગર્ભવતી બનાવનાર આઈપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વિદ્યાર્થિનીને તેના જ વિસ્તારમાં રહેતો વિનોદ ચિરજીલાલ કેશરવાની સાથે પ્રેમસંબંધ હતો, જેની જાણ કિશોરીના પરિવારને થઇ હતી અને વિનોદને કિશોરીથી દૂર રહેવા તાકીદ કરી હતી. પરંતુ તેમ છતાં પણ વિનોદ કિશોરી સાથે અવાર નવાર ફોન ઉપર ચોરીછૂપે વાત કરતો હતો. આ યુવકને મકાન માલિકે ઘર ખાલી કરાવી દીધા બાદ તે બીજે રહેવા માટે ચાલ્યો ગયો હતો.

પોલીસે આ તરુણીની પૂછપરછ કરતાં આ કૃત્ય તેના પ્રેમી વિનોદ ચિરંજીલાલ કેશરવાની સાથે  સંબંધ બાંધતા આ ગર્ભ રહ્યાનું જણાવ્યું હતું. એક વર્ષ પહેલાં આ 24 વર્ષીય યુવાન યુવતીના ઘર સામે જ રહેતો હતો ત્યારથી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પોતે જ્યારે સિવણકામ શીખવા જતી ત્યારે આ યુવાન તેને મળતો અને પાંડેસરા ડી’ માર્ટ નજીક આવેલી હોટેલ ઓયોના રૂમમાં લઇ જઇ સંબંધ બાંધતો હતો.

આ રીતે ત્રણેક વખત આ હોટેલમાં લઇ જઇ યૌનશોષણ કરતાં તરુણીને ગર્ભ રહી ગયો હતો. તરુણી પુખ્ત વયની ન હતી છતાં હોટેલના રૂમમાં તેને કઇ રીતે એન્ટ્રી અપાતી હતી તેને લઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે વિનોદ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી મધ્ય પ્રદેશથી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

After post

disabled