6 મહિનાના બાળકે નદીમાં વૉટર સ્કીઈંગ કરીને બનાવ્યો રેકોર્ડ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો, તમે પણ જુઓ - Chel Chabilo Gujrati

6 મહિનાના બાળકે નદીમાં વૉટર સ્કીઈંગ કરીને બનાવ્યો રેકોર્ડ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો, તમે પણ જુઓ

આજે દરેક વ્યક્તિ પોતના બાળકને ટેલેન્ટેડ બનાવવા માંગતું હોય છે, જેના કારણે તેને સારું શિક્ષણ અને સારા કોચિંગ સેન્ટરમાં તાલીમો માટે પણ મૂકે છે, પરંતુ આજે અમે તમને એવા બાળક વિશે જણાવીશું જેને માત્ર 6 મહિનાની ઉંમરમાં જ રેકોર્ડ નોંધાવી લીધો છે.

અમેરિકાના ઉટાહનું રહેવા વાળું 6 મહિનાના એક બાળકનો વોટર સ્કીઈંગ કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ ઉપર આ બાળકના માતા-પિતાએ જ આ વિડીયો અપલોડ કર્યો છે.

આ વિડીયોની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ એક વિશ્વ રેકોર્ડ છે. સૌથી નાની ઉંમરમાં સ્કીઈંગ કરવાનો વિશ્વ વિક્રમ. હવે આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ પણ શરૂ થઇ ગઈ છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક બોટમાં લાગેલી સેફટી આયરન રોડ્સને મજબુતીથી પકડીને ઉભો છે. તે બાળકે લાઈફ જેકેટ પણ પહેર્યું છે. બીજી બોટમાં તેના પિતા પણ તેનું ધ્યાન રાખી રહ્યા છે.

વીડિયોને શેર કરતા તે બાળકના માતા પિતાએ લખ્યું છે: “હું મારા છઠા જન્મ દિવસ ઉપર વોટર સ્કીઈંગ કરવા ગયો. આ બહુ જ મોટું કામ છે. કારણ કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.”

આ વીડિયોને લઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે વોટર સ્કીઈંગ કરવા માટે તેની ઉંમર ઘણી જ ઓછી છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે બાળકને બધી જ સુરક્ષા સાથે નદીમાં ઉતારવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by ABP News (@abpnewstv) on

Uma Thakor

disabled