પોરબંદરના આ વ્યક્તિના પિત્તાશયમાંથી નીકળી આટલી બધી એવી વસ્તુઓ કે ડોક્ટર પણ જોઈને હેરાન પરેશાન રહી ગયા - Chel Chabilo Gujrati

પોરબંદરના આ વ્યક્તિના પિત્તાશયમાંથી નીકળી આટલી બધી એવી વસ્તુઓ કે ડોક્ટર પણ જોઈને હેરાન પરેશાન રહી ગયા

એક બે કે 10-20 નહિ પરંતુ આ કાકાના પેટમાંથી નીકળી એટલી બધી પથરીઓ કે જોઈને તમને પણ ચક્કર આવી જશે, જુઓ ડોકટરે શું કહ્યું ?

આજના સમયમાં ઘણા લોકો કેટલીક બીમારીઓથી પીડાતા હોય છે, તો ઘણા લોકોને પથરી થવાની પણ સમસ્યા હોય છે. પથરીની સમસ્યા ખુબ જ ગંભીર માનવામાં આવે છે અને  તે અસહ્ય દુખાવો પણ આપતી હોય છે, ખાસ કરીને ક્ષાર વાળું પાણી પીવાના કારણે આ સમસ્યા વધારે સર્જાતી જોવા મળતી હોય છે.  ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારાની આસપાસ રહેતા ઘણા લોકોને પથરીની સમસ્યા થતી જોવા મળે છે.

ત્યારે હાલ એક કિસ્સો પોરબંદરની આનંદ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે, જ્યાં જામનગર જિલ્લાના વાંસજાળિયા ગામના એક દર્દીનું ડોક્ટર દ્વારા પિત્તાશયની પથરીની સફળ ઓપરેશનપરંતુ . પરંતુ ઓપરેશ બાદ બહાર નીકળેલી પથરીની સંખ્યા જોઈને ડોકર પણ હેરાન રહી ગયા હતા. આ દર્દીના પેટમાંથી એક બે નહિ પરંતુ 330 જેટલી પથરી નીકળી હતી.

વાંસજાળિયા ગામના લીલાભાઇ ગોઢાણીયા વ્યવસાયે ખેડૂત છે. તેમને ઓપરેશન બાદ જણાવ્યું કે તેમને હવે ખુબ જ રાહત થઇ ગઈ છે. તેમને એમ પણ જણાવ્યું કે મને આટલી બધી પથરીઓ પેટમાં હશે તેનો જરા પણ અંદાજો નહોતો. થોડા મહિનાઓ પહેલા તેમને ગેસની તકલીફ થઇ હતી અને ત્યારે રોપોર્ટ કરાવતા પિત્તાશયમાં પાથરી હોવાનું સામે આવ્યું હતું.

જેના બાદ તેમને પોરબંદરની આનંદ હોસ્પિટલમાં આવીને ઓપરેશન કરાવ્યું હતું. જેના બાદ ઓપરેશન કરીને તેમના પેટમાંથી 330 જેટલી પથારીઓ ડોક્ટર દ્વારા કાઢવામાં આવી હતી. આ ઓપરેશન કરનારા ડોક્ટર કલ્પિત પરમારે આ બાબતે જણાવ્યું કે પહેલા જયારે ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાં સૌથી વધુ 15 પથરીઓ નીકળી હતી. પરંતુ હવે એક સાથે 330 જેટલી પથરીઓ નીકળવી એ મેડિકલ સાયન્સ માટે પણ એક નવો જ કેસ છે.

Uma Thakor

disabled