બે પરણિત કપલ જે દરેક રાતે બદલે છે પાર્ટનર, બાળકોને પણ નથી એતરાઝ....બાળકોના પિતા કોણ છે એ પણ નથી ખબર - Chel Chabilo Gujrati

બે પરણિત કપલ જે દરેક રાતે બદલે છે પાર્ટનર, બાળકોને પણ નથી એતરાઝ….બાળકોના પિતા કોણ છે એ પણ નથી ખબર

ઘરમાં સાથે રહે છે 4 લોકો, પત્નીઓ બોલી- નથી ખબર અમારા બાળકોના બાપ કોણ છે ?

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા પ્રેમી પંખીડાઓની કહાનીઓ વાયરલ થાય છે, કેટલાક લોકો ઉંમરના અંતરને કારણે તો કેટલાક તેમની અજીબો ગરીબ પ્રેમ કહાનીને કારણે ચર્ચામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક એવી કહાની હાલ ચર્ચામાં છે, જેમાં બે કપલ એકસાથે એક છત નીચે રહે છે અને સાથે મળીને પરિવારનો ઉછેર કરે છે. હવે તમે વિચારતા હશો કે આમાં શું ખાસ છે. તો જણાવી દઇએ કે, બંને પરિણીત કપલ માત્ર સાથે જ રહેતા નથી, પરંતુ દરરોજ રાત્રે પાર્ટનરની અદલાબદલી પણ કરે છે. (તસવીરો સૌજન્ય : polyfamory/ઇન્સ્ટાગ્રામ )

નવાઈની વાત તો એ છે કે દંપતીના બાળકોને પણ આની સામે કોઈ વાંધો નથી. આ બંને કપલે પોતાના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી. મૂળ અમેરિકાનું કપલ એલિસિયા અને ટાયલર રોઝર્સ પહેલાથી બે બાળકોના માતા-પિતા છે. જ્યારે બાળકો 7-8 વર્ષના હતા, ત્યારે તેઓએ પોતાના પરણિત મિત્ર સીન અને તાયા હાર્ટલેસ સાથે એક રોમેન્ટિક સંબંધ ચાલુ કર્યો.

બંને કપલ વર્ષ 2020માં ફોરસમ રિલેશનશિપમાં આવ્યા. તે પછી, એલિસિયા અને તાયાએ પુત્રોને જન્મ આપ્યો, પરંતુ બંનેમાંથી કોઈને ખબર નથી કે બાળકોનો અસલી પિતા કોણ છે. એલિસિયા કહે છે કે જો બાળકો તેમના પિતા વિશે પૂછશે તો તે તેમને શોધવામાં મદદ કરશે. તાયા કહે છે કે અમે ઇચ્છીએ છીએ કે અમારા બાળકો અમને સમાન માતાપિતા તરીકે અનુભવે.

હવે આઠ લોકોનો આ પરિવાર લેબનાન શિફ્ટ થઈ ગયો છે. તેમનું ઇન્સ્ટાગ્રામ અને ટિકટોક પર polyfamory નામનું એકાઉન્ટ છે, જ્યાં હજારો લોકો તેમને ફોલો કરે છે. એલિસિયા અને તાયા વારંવાર તેમના ચાહકોને બંધ દરવાજા પાછળના તેમના અસામાન્ય સેટઅપથી આશ્ચર્યચકિત કરે છે. એક વિડિયોમાં ઘરના પુરુષો જણાવે છે કે તેઓ દરરોજ રાત્રે પાર્ટનર કેવી રીતે બદલે છે. એક જગ્યાએ બંને પુરુષો બેડ શેર કરતા પણ જોવા મળે છે.

જોકે, તેમનું કહેવું છે કે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી. તેઓ માત્ર વાઇફ સ્વેપિંગ કરે છે. તાયા કહે છે કે- અમારામાંથી કોઈ પહેલા બહુમુખી સંબંધમાં નહોતું. પરંતુ અમે મળ્યા અને પ્રેમમાં પડ્યા. જ્યારથી અમે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારથી અમે બધા બાળકોને એક સાથે ઉછેરવાનું શરૂ કર્યું. અમે એક મોટું કુટુંબ છીએ. વર્ષ 2020ની શરૂઆતથી બંને કપલો સાથે રહેવા લાગ્યા. થોડા સમય પછી રિલેશનશિપમાં રહેતા ચારેય લોકોએ પોતાનો પરિવાર વધારવાનો નિર્ણય કર્યો.

એલિસિયાને ઓગસ્ટ 2020માં ખબર પડી કે તે ગર્ભવતી છે. જ્યારે તાયા માર્ચ 2021માં ગર્ભવતી થઈ હતી. તાયાએ કહ્યું – અમે બાળકના પિતાને લઈને કોઈ નિયમ બનાવ્યો નથી અને અમે સંમત છીએ કે તેનાથી કોઈ ફરક પડતો નથી. અમે હજી પણ તેના વિશે જાણતા નથી અને અમે જાણવા માંગતા પણ નથી. અમે નક્કી કર્યું કે અમે બધા બાળકોને સાથે મળીને ઉછેરીશું.

Live 247 Media

disabled