ઇન્સ્ટાગ્રામ પર અપમાનજનક ભાષા અને અશ્લીલ વીડિયો બનાવતી થેરગાવ ક્વીનની પોલિસે કરી ધરપકડ

નાની ઉંમરમાં મોટી અને કાળી કરતૂત : સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ગાળોવાળા વીડિયો બનાવી ધમકાવી રહી હતી આ છોકરી, પોલીસે એવી હાલત કરી કે

પોલીસે ‘થેરગાંવ ક્વીન’ નામે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવનાર મહિલા અને તેના અન્ય પાર્ટનરની ધરપકડ કરી છે. વાકડ પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે. સાથે જ તેનો એક યુવક સાથી હજુ પણ ફરાર છે. જેને શોધવા માટે પોલીસ હજુ પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આ લોકો ગંદા વીડિયો બનાવતા હતા, જ્યારે પોલીસને આ મામલે ફરિયાદ મળી તો તેમણે ધરપકડ કરી. ઇન્સ્ટાગ્રામ પર ‘થેરગાંવ ક્વીન’ નામથી એકાઉન્ટ ચલાવનારી આ યુવતીનું નામ સાક્ષી હેમંત શ્રીશ્રીમલ જણાવવામાં આવી રહ્યું છે. જે પિંપરી ચિંચવડના થેરગાંવ વિસ્તારની છે. સાક્ષીએ તેના અન્ય બે સાથીઓ સાથે અનેક વીડિયો બનાવ્યા છે જે વાયરલ પણ થયા છે.

આ તમામ વિડીયોમાં અભદ્ર ટિપ્પણીઓ, ગંદા કૃત્યો, અપમાનજનક ભાષા હતી. કેટલાક વીડિયોમાં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી વાકડ પોલીસ સ્ટેશનના મહિલા સબ ઈન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને સાક્ષી હેમંત શ્રીશ્રીમલ સહિત પુણેમાં રહેતા તેના મિત્ર કુણાલ કાંબલે અને ચિંચવાડ વિસ્તારમાં રહેતી મિત્ર સાક્ષી રાકેશ કશ્યપ વિરુદ્ધ કલમ 292, 294, 506, 34 તેમજ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

પિંપરી ચિંચવડ પોલીસની ટીમે આખરે સોશિયલ મીડિયા પર ગંદી ભાષાનો ઉપયોગ કરીને વીડિયો બનાવનાર અને પોતાને ‘લેડી ડોન’ તરીકે ઓળખાવનારી યુવતીની ધરપકડ કરી છે. વીડિયો બનાવવામાં મદદ કરનાર બે યુવકોની પણ પોલીસે ધરપકડ કરી છે. આ કથિત લેડી ડોનના ઈન્સ્ટાગ્રામ પર 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. સાક્ષી તેના બે સહયોગીઓ સાથે મળીને સોશિયલ મીડિયા માટે વાંધાજનક વીડિયો બનાવતી હતી. આ વીડિયોમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાંધાજનક હોવા છતાં સાક્ષીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો હતો અને થોડા જ દિવસોમાં તેના 30 હજાર ફોલોઅર્સ થઈ ગયા હતા. આમાંથી કેટલાક વીડિયો વાઈરલ થતા વાકડ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર સંગીતા ગોડે સુધી પણ પહોંચ્યો અને તેમણે પહેલા સાક્ષી અને તેની ટીમ વિરુદ્ધ કેસ નોંધ્યો અને પછી તેની ધરપકડ કરી. સાક્ષીની સાથે તેના પાર્ટનરની પણ પોલીસે ધરપકડ કરી છે. આ સિવાય કુણાલ કાંબલે નામના વ્યક્તિ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.

તે હજી પોલીસ પકડમાંથી બહાર છે. સાક્ષીના આ વીડિયોની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી હતી અને લોકો તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા. ગંદા અને અપમાનજનક વીડિયો બનાવવા, સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવા, સામેની વ્યક્તિને શરમજનક કૃત્ય કરવા બદલ IT એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં બે આરોપીઓની પોલીસે મોડી સાંજે ધરપકડ કરી હતી.

disabled