હોટલના એક રાત સાથે શું વિતાવી બદલાઇ ગઇ આ 2 મહિલાઓની જિંદગી, કિસ પછી થયુ એવું કે... - Chel Chabilo Gujrati

હોટલના એક રાત સાથે શું વિતાવી બદલાઇ ગઇ આ 2 મહિલાઓની જિંદગી, કિસ પછી થયુ એવું કે…

એક કંપની તરફથી 2 મહિલા સ્ટાફને એક ટ્રિપ પર મોકલવામાં આવી અને ટ્રિપ દરમિયાન તેમને હોટલમાં તેમનો રૂમ શેર કરવાનો હતો. એક રૂમમાં સમય વીતાવવા દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને પછી તેમની વચ્ચે પ્રેમનો ઇઝહાર પણ થયો. હાલમાં જ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. હવે કપલે તેમની ખૂબસુરત લવ સ્ટોરી શેર કરી છે. સોલસ્ટ્રેન્ડમાં આ બંને મહિલાઓનો પ્રેમ ખીલ્યો હતો, આ નોર્વેની સૌથી સુંદર હોટલોમાંની એક છે. દર વર્ષે, Ida Scheibenes’ની કંપની સોલસ્ટ્રેન્ડથી થોડા દિવસો માટે રિમોટ વર્કિંગ કરે છે.

2014માં, કંપનીએ પ્રથમ વખત Idaને રિમોટ વર્કિંગ માટે મોકલ્યું હતું. ખાસ વાત એ છે કે હન્ના આર્ડલ પણ તેની સાથે સોલસ્ટ્રેન્ડ જઈ રહી હતી. હન્ના ઇડાની ટીમમેટ હતી. ઇડા કંપનીમાં જોડાયાના થોડા સમય પછી, બંને મિત્રો બની ગયા હતા. ઇડાના લગ્ન થયેલા હતા અને તે તેના રિલેશનશિપને લઇને ફોકસ હતી. ત્યાં હન્ના સિંગલ પેરેન્ટ હતી. તેની દીકરી અભ્યાસ માટે અમેરિકા જવાની હતી. પરંતુ સમયની સાથે પરિસ્થિતિ બદલાવા લાગી. ઇડાના છૂટાછેડા થઇ ગયા અને હન્ના તેની પુત્રીના ગયા પછી એકલા રહેવા લાગી અને ઓફિસમાં મિત્રો સાથે વધુ સમય વિતાવવા લાગી. હન્ના અને ઇડા નજીક આવવા લાગ્યા.

હન્ના અને ઇડા એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. તેઓ કલાકો સુધી પ્રોજેક્ટ પર કામ કરતા હતા અને પછી સાથે ડિનર અને ડ્રિંક કરતા હતા. તે સમયને યાદ કરતાં, ઇડા અને હન્નાએ કહ્યું કે ‘અમે સમજ્યા વિના ડેટિંગ કરી રહ્યા હતા’. પરંતુ ત્યાં સુધી ઇડાએ વિચાર્યું ન હતું કે હન્ના સંબંધ માટે તૈયાર છે. તેથી ઇડાએ વિચાર્યું કે સફર દરમિયાન સોલસ્ટ્રેન્ડ બધું ક્લિયર કરશે. તે પણ જ્યારે ઇડા અને હન્ના એક જ રૂમમાં સંયોગથી રહેવાના હતા.તે સોલસ્ટ્રેન્ડની પહેલી રાત હતી. બંને પોતપોતાના બેડ પર આડા પડ્યા હતા.

આ દરમિયાન હન્નાએ કહ્યું- હું જાણું છું કે અમે નજીકના મિત્રો બની ગયા છીએ અને હું તમને એક સાચા મિત્રની જેમ પ્રેમ કરું છું. હન્નાએ તે ઘટનાને યાદ કરીને કહ્યું- પણ જ્યારે હું મિત્રને ફોન કરતી ત્યારે મને સમજાયું કે અમારા સંબંધો ઘણા વધુ છે. હન્નાના આ શબ્દો સાંભળીને ઇડાને આશ્ચર્ય થયું. ઇડાએ કહ્યું- અમે વાત કરી, કિસ કરી. અને પછી બંનેએ આ વિશે આગળ વાત કરવાનું નક્કી કર્યું. આ પછી બંનેએ સફર પુરી થાય તે પહેલા એકબીજાને કાર્ડ આપ્યું. કાર્ડમાં બંનેએ એકબીજા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. ધીમે ધીમે બંને ક્લોઝ આવવાૉ લાગ્યા. સોલસ્ટ્રેન્ડ ટ્રિપના 6 મહિના પછી,

બંને બીજી ટ્રિપ પર ગયા અને હન્ના પરત આવી અને તેની પુત્રીને સંબંધ વિશે જણાવ્યું. વર્ષ 2016માં હન્ના અને ઇડા સાથે શિફ્ટ થયા. પછી બંનેએ લગ્નની વાત શરૂ કરી. સોલસ્ટ્રેન્ડની પ્રથમ સફરના ત્રણ વર્ષ પછી, તેઓ બંને એક જ જગ્યાએ પાછા ફર્યા અને ઇડાએ કંપનીના લોકોની સામે હન્નાને પ્રપોઝ કર્યું. પછી બંનેએ આ વર્ષે એટલે કે વર્ષ 2022માં લગ્ન કર્યા. હન્ના અને ઇડા હવે સાથે કામ કરતા નથી. ઇડાએ થોડા વર્ષો પહેલા કંપની છોડી દીધી હતી. ત્યારે કંપની દ્વારા દંપતીને સોલસ્ટ્રેન્ડની ફ્રી ટ્રીપ ભેટમાં આપવામાં આવી હતી. આ કપલ ઈચ્છે છે કે આ હોટલમાં લગ્નની 50મી વર્ષગાંઠ ઉજવવામાં આવે.

Live 247 Media

disabled