ટયૂશન ભણાવવા આવતી ટીચરનો 16 વર્ષના વિદ્યાર્થીએ બાથરૂમમાં રેકોર્ડ કર્યો વીડિયો, હવે થયું આવું

ઘણીવાર એવી એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે જે સાંભળી આપણે તો ચોંકી જ ઉઠીએ છીએ. હાલ તો નાના હોય કે મોટા બધા મોબાઇલના આદી બની ગયા છે. ત્યારે ઘણીવાર બાળકોને મોબાઇલ આપવો એ પેરેન્ટ્સ માટે ખતરાની ઘંટી સમાન પણ બની જતુ હોય છે. હાલ મોબાઇલ સાથે જોડાયેલ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 16 વર્ષના છોકરા પર બાથરૂમનો ઉપયોગ કરતી વખતે ટ્યુશન શીખવવા આવતા 56 વર્ષીય શિક્ષકનો વીડિયો બનાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. છોકરો 10માં ધોરણનો વિદ્યાર્થી છે. તેણે વીડિયો રેકોર્ડ કરવા માટે બાથરૂમટમાં મોબાઈલ ફોન છુપાવી દીધો હતો. આ ઘટના માર્ચ મહિનાની છે. મહિલાએ આ બાબતે કેસ દાખલ કરાવ્યો હતો.

વિદ્યાર્થી પર તેના જ અંગ્રેજી ટ્યુશન ટીચરનો ગંદો વીડિયો બનાવવાનો આરોપ છે. શિક્ષકનો વીડિયો બનાવવા માટે તેણે બાથરૂમમાં મોબાઈલનું રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું. પોલીસે યુવકને જેજે બોર્ડની સામે રજૂ કર્યો હતો અને હાલમાં તેને છોડી મૂકવામાં આવ્યો છે. બાદમાં તેને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવામાં આવશે અને તેનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે. 56 વર્ષીય શિક્ષક કર્વેનગર વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીને તેમના ઘરે ભણાવતા હતા. પોલીસ ઈન્સ્પેક્ટર (PI) સંગીતા પાટીલે કહ્યું કે અમે યુવક પાસેથી વાંધાજનક વીડિયો ક્લિપ સાથેનો સેલ ફોન રિકવર કર્યો છે.

જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવતો ત્યારે તે છૂપી રીતે તેનો વીડિયો બનાવીને તેની તસવીરો લેતો હતો. પોલીસે જણાવ્યું કે છોકરો શ્રીમંત પરિવારનો પુત્ર છે. પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે પરંતુ તેની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી હાલ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, પોલીસે તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ઘટનાની જાણ કરવા માટે રજૂ કર્યો હતો. પાટીલે એમ પણ જણાવ્યું કે મહિલા છેલ્લા પાંચ વર્ષથી છોકરાને અંગ્રેજી શીખવી રહી છે. જ્યારે તે છોકરાના ઘરના વોશરૂમમાં ગઈ તો તેણે બાથરૂમમાં અંદર જોયું કે સાબુની પેટી પાછળ કંઈક ચમકતું હતું. તેણે તે હટાવીને જોયું તો મોબાઈલ હતો. તે ડરી ગઇ.

મોબાઈલ ચેક કર્યો તો રેકોર્ડિંગ ચાલુ હતું. શિક્ષકને શંકા ગઈ અને તેણે ફોન અનલોક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગઇ. તે બાથરૂમમાંથી બહાર આવી અને વિદ્યાર્થીને ફોન અનલોક કરવા કહ્યું. જ્યારે વિદ્યાર્થીએ પહેલા મોબાઈલ લોક ખોલવાની ના પાડી તો શિક્ષકે તેને ઠપકો આપ્યો અને ફરિયાદ કરવા કહ્યું. જ્યારે વિદ્યાર્થીએ મોબાઈલ ખોલ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેના મોબાઈલમાં તેના ઘણા વીડિયો અને તસવીરો હતી. જ્યારે તે ભણાવતી વખતે તેના ઘરના ટોયલેટમાં જતી ત્યારે ત્યાં રાખેલો મોબાઈલ તેનું રેકોર્ડિંગ કરી લેતો હતો.

આવા ઘણા વીડિયો જોઈને તે ચોંકી ગઈ હતી. શિક્ષકે તરત જ છોકરાના માતા-પિતાને જાણ કરી. જે બાદ પોલીસમાં વિદ્યાર્થી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.  ઘરમાં માતા-પિતા વચ્ચેના ઝઘડા અને દલીલોનો વીડિયો પણ મોબાઈલના એક ફોલ્ડરમાં જોવા મળી હતી. પોલીસે સગીર યુવક વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. સગીર હોવાથી આ 16 વર્ષના છોકરાને ચિલ્ડ્રન ઈન્સ્પેક્શન હોમમાં મોકલવામાં આવશે.

disabled