દીકરી ઉપર નજર બગાડનારા નરાધમ યુવકનો માતાએ ગુપ્તાંગ કાપી નાખ્યો, માતાએ સારું કર્યું કે ખરાબ આખું વાંચીને કહી દેજો - Chel Chabilo Gujrati

દીકરી ઉપર નજર બગાડનારા નરાધમ યુવકનો માતાએ ગુપ્તાંગ કાપી નાખ્યો, માતાએ સારું કર્યું કે ખરાબ આખું વાંચીને કહી દેજો

ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ ઉપર અત્યાચાર, યુવતીઓ અને સગીરાઓ સાથે છેડછાડ થવાની અઢળક ઘટનાઓ સામે આવે છે, આવી ઘટનાઓ સામે આવતા જ કોઈનું પણ લોહી ઉકળી ઉઠે, વળી સમાજની અંદર ઘણા એવા વાસનાના ભૂખ્યા વરુઓ છે જે સગીરાઓને અને નાની બાળકીઓને પણ પોતાની વાસનાનો શિકાર બનાવતા હોય છે, એવા જ એક વ્યક્તિને સગીરાની માતાએ પાઠ ભણાવ્યો છે.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના મહેવાગંજ લખીમપુર ખેરીમાંથી. ગત બુધવારના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી મહિલાએ ઘરમાં આવેલા એક યુવકના પ્રાઇવેટ પાર્ટ પર છરી વડે હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. આરોપ છે કે યુવકે તેની પુત્રીની છેડતી કરી હતી. પોલીસે યુવકને સારવાર માટે મોકલી મહિલાની ફરિયાદ પરથી આરોપી સામે છેડતીનો ગુનો નોંધ્યો છે.

ફુલબેહડ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી મહિલા સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારની નર્સરીમાં લાંબા સમયથી રહે છે અને ચોકીદારી અને મજૂરી કરે છે. તેની સાથે તેની 12 વર્ષની પુત્રી અને 14 વર્ષનો પુત્ર પણ રહે છે. કમલાપુર શિવ કોલોનીમાં રહેતો 45 વર્ષીય હરિશંકર મંગળવારે રાત્રે તેના ઘરે આવ્યો હતો. ઓળખાણના કારણે તે ત્યાં જ રોકાઈ ગયો. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત પણ સામે આવી છે.

બુધવારે સવારે મહિલા અને હરિશંકર વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન યુવકે તેની દીકરી પર બળજબરી કરવાનું શરૂ કર્યું, જેના પર મહિલાએ વાંધો ઉઠાવ્યો, પરંતુ જ્યારે યુવક માન્યો નહીં તો મહિલાએ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો, જેના કારણે તેના પ્રાઈવેટ પાર્ટને ખૂબ જ ઈજા થઈ. મહિલા આરોપીને એ જ હાલતમાં મહેવાગંજ પોલીસ સ્ટેશન પર લઈ ગઈ, જ્યાં તેણે દીકરી પર બળાત્કાર અને છેડતીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી.

પોલીસ સ્ટેશન પહોંચતા જ પોલીસે લોહીલુહાણ યુવકને મોતીપુર જિલ્લા હોસ્પિટલ મોકલ્યો, જ્યાંથી ડોક્ટરોએ તેને લખનઉ રેફર કર્યો. ઈન્સપેક્ટર ઈન્ચાર્જ સદર ચંદ્રશેખર સિંહે કહ્યું કે મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેણે દીકરીની છેડતી કરી છે. આરોપી સામે ગુનો નોંધી તપાસ ચાલુ છે. હજુ સુધી ઈજાગ્રસ્ત તરફથી કોઈ ફરિયાદ મળી નથી.

પ્રાઈવેટ પાર્ટ પર હુમલાથી ઘાયલ યુવકનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે સારવાર પહેલા ડોક્ટર્સ અને તેના સાથીઓએ તેની મજાક ઉડાવી હતી. જ્યારે તે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે પહેલા તેની મજાક ઉડાવવામાં આવી હતી અને બાદમાં ચાર કલાક સુધી તેની સારવાર કરવામાં આવી ન હતી. ચાર કલાક બાદ તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું અને બાદમાં માર મારવાની ધમકી આપવામાં આવી. બાદમાં તેને લખનઉ રીફર કરવામાં આવ્યો હતો.

Uma Thakor

disabled