આ ભાઇ તો પાક્કો ગુજરાતી હો ! બેંકે ભૂલથી જમા કર્યા 11677 કરોડ રૂપિયા તો યુવકે અડધો કલાકમાં અધધધધધધધધધ લાખો કમાઇ લીધા - Chel Chabilo Gujrati

આ ભાઇ તો પાક્કો ગુજરાતી હો ! બેંકે ભૂલથી જમા કર્યા 11677 કરોડ રૂપિયા તો યુવકે અડધો કલાકમાં અધધધધધધધધધ લાખો કમાઇ લીધા

બુદ્ધિની દૃષ્ટિએ ગુજરાતીઓને કોઈ ન પહોંચી વળે. વ્યાપાર અને ધંધા માટે આમ પણ ગુજરાતી પ્રજા પંકાયેલી છે અને મોકો મળતાં જ પોતાનો કુનેહ બતાવી જાણે છે. ત્યારે એક ગુજરાતીએ તેના ખાતામાં ભૂલથી કરોડો રૂપિયા આવતા તેનો એવી રીતે ઉપયોગ કર્યો કે તે અડધો કલાકમાં લખપતિ બની ગયો.ગત જુલાઇ માસમાં અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક બેંકની ટેક્નિકલ ભૂલના કારણે લાખો રૂપિયાનો ફાયદો એક વેપારીને થઈ ગયો. અમદાવાદના બાપુનગરમાં એમ્બ્રોઇડરીનો વેપાર કરતા એક વેપારીને માત્ર અડધો કલાકમાં જ 5.43 લાખનો ફાયદો થઈ ગયો.રમેશભાઇ સગર બાપુનગરમાં એમ્બ્રોઇડરીનો બિઝનેસ કરે છે અને તેઓ શેર બજારમાં ટ્રેડિંગ પણ કરે છે.

તેમને બગાસું ખાતા જાણે પતાસું મળી ગયું હોય તેવી ઘટના તેમની સાથે બની છે. જણાવીએ કે, 26 જુલાઈના રોજ સવારે 11:30 વાગ્યા આસપાસ રમેશભાઇ સગરના એકાઉન્ટમાં ભૂલથી 11677 કરોડ રૂપિયા જમા થઇ ગયા હતા. ત્યારે આ વ્યક્તિએ ગુજરાતી દિમાગ દોડાવ્યુ અને અડધો કલાક માટે શેરબજારમાં 11677 કરોડમાંથી 2 કરોડ જેટલી રકમ ઇન્વેસ્ટમેન્ટ કરી અને 5.43 લાખ જેટલો પ્રોફિટ તેણે 1 કલાકની અંદર મેળવી લીધો.ખાનગી બેંકની શેર ટ્રેડિંગ એપમાં ટેક્નિકલ એરરને કારણે આ વેપારીને માત્ર અડધો કલાકમાં 5 લાખ કમાઈ આપ્યા હતા.

શેર બજારમાં ટ્રેડિંગ કરતા આ વેપારીના ખાતામાં કરોડો રૂપિયા જમા થઈ ગયા હતા અને વેપારીએ આ રૂપિયાના શેર ખરીદી ટ્રેડિંગ કરી નાખ્યું. જો કે, બેંકની ટેકનિકલ એરર સોલ્વ થઈ અને એ વેપારીના ખાતામાંથી એ રકમ પરત થતા વેપારીએ પોતે કરેલા ટ્રેડિંગના શેર વેચી બેંકને રકમ પરત કરી હતી. જેમાં 5 લાખ 43 હજાર વધારે હતા. જેથી બેંકમાં મૂડી પરત જતા શેર ટ્રેડિંગનો 5 લાખ 43 હજાર નફાનો ફાયદો થઈ ગયો. રમેશભાઇએ કહ્યુ કે, તેઓ શેર બજારમાં 25000 જેટલું જ ટ્રેડિગ કરે છે. જ્યારે તેઓ શેર ટ્રેડિગ કરી રહ્યા હતા

ત્યારે અચાનક જ તેમના ખાતામાં ગણી ન શકાય તેવું કરોડો રૂપિયાનું બેલેન્સ જમા થઇ ગયું અને અંદાજે 2 કરોડ રૂપિયા જેટલું ટ્રેડિંગ કર્યું ત્યાં એપ્લિકેશનમાં ટેક્નિકલ એરરના કારણે રકમ જમા થયાનો મેસેજ આવ્યો. મેસેજ જોઈ જે ટ્રેડિંગ કર્યું હતું તે શેર સેલ કરી દીધા. પરંતુ અડધો કલાકની શેર લે વેચમાં તેઓને 5 લાખ 43 હજાર જેટલો નફો થઈ ગયો. રમેશભાઈ સગર મૂળ પોરબંદરના વતની છે અને તેઓ છેલ્લાં 17 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયેલા છે. તે એમ્બ્રોઇડરીના વેપારી છે અને છેલ્લાં પાંચેક વર્ષથી શેરબજારમાં ટ્રેડિંગ કરે છે.

રમેશભાઇએ જણાવ્યુ કે, તેમના ખાતામાં આટલી મોટી રકમ જમા થતાં અચાનક તેમને વિચાર આવ્યો કે થોડા સમય માટે જ રૂપિયા આવ્યા છે અને બેન્ક તો પાછા રૂપિયા લઈ જ લેશે. તે તેમને એવું થયુ કે લાવને અડધો કલાક એક કલાક માટે ઇન્વેસ્ટ કરું અને જે પ્રોફિટ નીકળે એ બુક કરીને પાછા નીકળી જઈએ. આ આઇડિયા તેમનો જ હતો. પહેલાં ક્યારેય આવું બન્યું નથી. તેઓ મેક્સિમમ 25 હજાર રૂપિયાનું જ રોજ ટ્રેડિંગ કરતા.

Live 247 Media

disabled