ઓનલાઇન ક્લાસ ભરવા માટે છોકરાએ મોબાઈલ રાખ્યો ચાર્જિંગમાં, કાનમાં નાખ્યા ઈયરફોન અને પછી થયો ભયાનક બ્લાસ્ટ, 11 વર્ષના બાળકનું મોત

કોરોના મહામારી દરમિયાન શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ, ઘણા લાંબા સમય સુધી શાળાઓ બંધ થયા બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ થયું, જેના કારણે બાળકો ઓનલાઇન પોતાના ઘરમાં જ રહીને મોબાઈલ ફોન દ્વારા શિક્ષણ મેળવતા થયા. પરંતુ આના કારણે ઘણા નુકશાન પણ થયા છે.

આ દરમિયાન જ એક ખબર આવી રહી છે કે એક બાળક ઓનલાઇન ક્લાસ ભરી રહ્યું હતું ત્યારે જ તેના મોબાઈલની બેટરી ફાટી અને તેનું મોત થઇ ગયું. 11 વર્ષનું આ બાળક મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને ઓનલાઇન સેશનમાં ભાગ લઇ રહ્યું હતું. તેને ઈયરફોન પણ લગાવી રાખ્યા હતા. ત્યારે જ અચાનક મોબાઇલમાં ધમકો થયો અને આગ લાગી ગઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાના કારણે લાગેલા પ્રોટકોલના લીધે બાળક ઘરે જ રહીને ઓનલાઇન ક્લાસ ભરી રહ્યો હતો. ત્યારે જ ચાર્જિંગમાં રાખેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો અને તેના કપડામાં આગ લાગી ગઈ. પાડોશીઓએ બાળકને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યો, પરંતુ ત્યાં તેને દમ તોડી દીધો.

આ ઘટના વિયતનામની અંદર 19 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ બની હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે મોબાઇલમાં બ્લાસ કેવી રીતે થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બાળકે કોઈ બીજું ચાર્જર ઉપયોગમાં લીધું હશે. જેના કારણે મોબાઈલ ફાટી ગયો. પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.

disabled