પરિવાર ગુમાવી ચૂકેલા એક નાનકડા માસૂમે કહી પુલ તૂટવાની કહાની, જાણી તમારી આંખોમાંથી પણ આવી જશે આંસુ - Chel Chabilo Gujrati

પરિવાર ગુમાવી ચૂકેલા એક નાનકડા માસૂમે કહી પુલ તૂટવાની કહાની, જાણી તમારી આંખોમાંથી પણ આવી જશે આંસુ

30 ઓક્ટોબર રવિવારનો દિવસ મોરબીથી માતમના સમાચાર લઇને આવ્યો. મોરબીની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટવાને કારણે ગોજારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અત્યાર સુધી 141 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. ત્યારે હજુ પણ બચાવ કામગીરી કરાઇ રહી છે. આ દુર્ઘટનાએ અનેક લોકોને નોધારા કરી મૂક્યા છે. આ દુર્ઘટનાની એક નાના બાળકે ઝી 24 કલાક મીડિયાને પુલ તૂટ્યો ત્યારની હકીકત જણાવી હતી.

આ જાણી તો કઠણ કાળજાના માનવીની આંખમાં પણ આંસુ આવી જાય તેમ છે. આ નાના બાળકે તેનો પરિવાર આ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. હવે તે માત્ર એક જ બચ્યો છે. આ બાળકે જણાવ્યુ કે, તેઓ અહીં ફરવા આવ્યા હતા અને પરિવારમાં એક નાનો ભાઈ હતો. મમ્મી- પપ્પા, ફોઈનો છોકરો હતો. મામા તેમજ તેમના નાના નાના બે છોકરા પણ હતા. તેના માસા અને માસી પણ સાથે હતા. પુલ પર બધા હાથ હલાવતા હતા, એટલે બ્રિજ નીચે પડ્યો હતો.

બાળકે રડતા રડતા કહ્યું, મારા મમ્મી અને પપ્પા પાણીમાં છે, તેમને બચાવી રહ્યા છે. જણાવી દઇએ કે, લગભગ 12 કલાકથી વધુનો સમય થઇ ગયો છે અને હજુ પણ નદીમાં ખાબકેલા લોકોનું રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. 500થી વધુ લોકો આ દુર્ઘટનામાં નદીમાં પટકાયા હતા. અત્યાર સુધી 170 જેટલા લોકોને બચાવી લેવાયા છે. સોશિયલ મીડિયામાં આનો એક વીડિયો પણ વાયરલ થયો છે.

Live 247 Media

disabled