સલમાન ખાનની ફિલ્મમાં કામ કરી ચૂકેલ આ અભિનેત્રી છે અફઘાનિસ્તાનથી, લોકોએ કરી ગંદી રીતે ટ્રોલ કહ્યું-આતંકિયોના દેશથી આવી છે

આ અફઘાનિસ્તાનની હિરોઈનને સલમાને લોન્ચ કરેલી, 7 PHOTOS માં જુઓ ફિગર- મજા કરાવી દેશે

વર્ષ 2018માં ફિલ્મ ‘લવયાત્રી’થી બોલીવુડમાં પ્રવેશ કરનાર અભિનેત્રી વરીના હુસેનની ફિલ્મી કારકિર્દી સારી ચાલી ન હતી. સલમાન ખાને તેના સાળા આયુષ શર્મા સાથે વરીના લોન્ચ કરી. પરંતુ શું તમે જાણો છો કે એક વખત વરીના માટે બોલીવુડની ફિલ્મોમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.

વરીનાને તેના અફઘાની હોવાનું સહન કરવું પડ્યું હતું. વરીના અફઘાની હોવાને કારણે નિર્માતાઓ તેને ફિલ્મોમાં કામ આપવાનું ટાળતા હતા. વરીનાને ટ્રોલ કરવામાં આવતી હતી. લોકો તેને ટોણા મારતા હતા કે તે આતંકવાદીઓના દેશમાંથી આવી છે.

23 ફેબ્રુઆરી 1999ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલી વરીના હુસેન વ્યવસાથી અભિનેત્રી અને મોડેલ છે. વરીનાના પિતા ઇરાકના છે અને માતા અફઘાનિસ્તાનની છે. વરીનાને અફઘાની હોવાને કારણે બોલિવૂડમાં પોતાનો મોટો બ્રેક મેળવવામાં વિલંબ થયો હતો.

વરીનાએ તેની પહેલી ફિલ્મ ‘લવયાત્રી’ની રિલીઝ પહેલા એક ઇન્ટરવ્યુમાં તેના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. વરીનાએ કહ્યું હતું કે ભારત આવ્યા પછી જ્યારે તેણે ફિલ્મોમાં પ્રયાસ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો તેને ટ્રોલ કરતા હતા. વરીનાના કહેવા મુજબ અફઘાનિસ્તાન સાથેના જોડાણને કારણે તે ટ્રોલ થતી હતી. કારણ કે વરીના મૂળ અફઘાન છે, તે કાબુલને પોતાનું ઘર કહે છે.

એટલા માટે તે પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં લોકોનું નિશાન બની હતી. વરીનાએ કહ્યું- લોકો મને કહેતા હતા કે હું આતંકવાદીઓ અને વિસ્ફોટોના દેશમાંથી આવી છું. આ બધાને કારણે હું હેરાન થઇ ગઈ હતી. હું અફઘાનિસ્તાનમાં થોડા સમય માટે જ રહી હતી. વરીનાને ત્યારે તેની માતા અને દાદીએ જૂના યુગની અફઘાનિસ્તાનની વાર્તાઓ કહેતી હતી.

વરીનાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિન્દી ફિલ્મો ખૂબ પસંદ કરવામાં આવે છે. વરીના હુસેનનો પ્રિય અભિનેતા સલમાન ખાન છે. વરીના અફઘાનિસ્તાનના કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી. વરીનાએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે.

વરીનાએ તેના અભિનય કારકિર્દીની શરૂઆત મ્યુઝિક વીડિયો દ્વારા કરી હતી. તે મોડેલિંગ ઇન્ડસ્ટ્રીનો ભાગ રહેલી છે. તે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી છે. વરીનાની પ્રથમ ફિલ્મ ‘લવયાત્રી’ના ફ્લોપ થયા બાદ તે ‘દબંગ 3’ના ડાન્સ નંબર ‘મુન્ના બદનામ હુઆ’માં જોવા મળી હતી. વરીનાની આગામી ફિલ્મ ‘ધ ઈંકમ્પ્લીટ મેન’ છે. એવા પણ અહેવાલો છે કે વરીના સાઉથની ફિલ્મોમાં જોવા મળશે. તે કલ્યાણ રામ સાથે કામ કરશે. વરીના ખૂબ સુંદર અને સ્ટાઇલિશ છે. વરીના હુસેન પોતાના લુક અને સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. વરીનાને ઇન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

દબંગ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે ચુલબુલ પાંડેને ખરા દિલથી આવકાર્યો હતો. ફેન્સ તો સલમાનના દીવાના છે. દબંગમાં જેટલો પ્રેમ સલમાનને બધાએ આપ્યો હતો તેટલું જ પ્રચલિત આ ફિલ્મનું આઇટમ સોંગ મુન્ની બદનામ હુઇ હિટ થયું હતું. એ સમયે ૪૭ વર્ષના મલાઇકા ભાભી એ ફરીથી જાણે ચલ છૈયા છૈયા…ગીતનો જાદુ રિક્રિએટ કર્યો હોય તેવું લાગતું હતું. દબંગ ફિલ્મ બાદ દબંગ-૨ આવી તે સમયે મલાઇકા અને અરબાઝના સંબંધોમાં તિરાડ પડી ચૂકી હતી તેથી મલાઇકાને દબંગની બીજી સિરીઝમાં કરીના કપૂર ઉપર આઇટમ ડાન્સ ફિલ્માવવામાં આવ્યો હતો.

 

જોકે, સલમાનને એવી હંમેશા હેબિટ જ છે કે તેને જે પણ બોલીવુડમાં અભિનેત્રી સાથે બગડે તેના જેવી દેખાતી બીજી અભિનેત્રી ફરી લઇ આવે, અહીં વાત અરબાઝની હતી. મલાઇકાને પણ સલમાન બીજો ચાન્સ આપીને બીજી ફિલ્મમાં નહોતો લેવા માંગતો. ત્યારે આ ફિલ્મની ત્રીજી સિરીઝમાં તો સલમાને હદ જ કરી નાખી. તેણે મલાઇકાના આ હિટ ગીતનું મેલ વર્ઝન બનાવી નાખ્યું છે

અને આ મેલ વર્ઝનમાં મલાઇકાના સ્થાને વારીના હુસૈનને લઇ લીધી છે. આ ગીતમાં નો ડાઉટ વારીના સારી જ લાગી રહી છે, પણ તેને ભાગે ખાસ કંઇ કરવાનું નથી, કેમ કે આખું ગીત સલમાન પર જ ફિલ્માવવામાં આવ્યું છે. વારીનાને માત્ર ડાન્સના ચાર-પાંચ સ્ટેપ્સ માટે જ લીધી છે. આ ગીત અંગે સલમાનનું કહેવું હતું કે ગીત જ્યારે ફિલ્મમાં રાખવાનું નક્કી કર્યું ત્યારે અમે ખરેખર આ ગીત મજાકમાં જ લીધું હતું. અમે ખરેખર આ ગીતને ફની સોંગ જ બનાવવા માંગતા હતા પણ ગીત બન્યું પછી ખરેખર રિયલાઇઝ થયું કે ગીત ખૂબ જ સારું બન્યું છે.

disabled