વિરાટ કોહલીનું પાણી આવે છે ફ્રાન્સથી, શું કિંમત છે એક લીટર પાણીની ? અને શું છે એવું ખાસ ? જાણો - Chel Chabilo Gujrati

વિરાટ કોહલીનું પાણી આવે છે ફ્રાન્સથી, શું કિંમત છે એક લીટર પાણીની ? અને શું છે એવું ખાસ ? જાણો

અબજોપતિ વિરાટ 1 વર્ષમાં અધધધ લાખનું પાણી પી જાય છે, આંકડો જાણીને ધ્રુજી જશો

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીને હવે કોઈ ઓળખાણની જરૂર નથી, ક્રિકેટના મેદાનથી લઈને તેના મોજ શોખ સુધી કરોડો લોકો તેનાથી પરિચિત છે. કરોડો લોકો વિરાટના ચાહકો છે. છેલ્લા 8 વર્ષથી વિરાટ ભારતીય ટિમ સાથે જોડાયેલો છે અને અને જે શરૂઆતમાં હતો એટલો જ આજે પણ સ્ફૂર્તિલો છે. તેની પાછળનું કારણ તેની ફિટનેસ છે.

વિરાટ પોતાની ફિટનેસને સાચવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. એ પોતાનો મોટાભાગનો સમય પણ જિમમાં જ વિતાવે છે. દુનિયાના એવા ગણતરીના સ્પોર્ટ્સમેનમાં તે સામેલ છે જે પોતાની લાજવાબ ફિટનેસ માટે ઓળખાય છે.

વિરાટના કારણે આજે વર્લ્ડ ક્રિકેટના ઘણા ખેલાડીઓ પોતાની ફિટનેસનું ધ્યાન રાખાવા લાગ્યા છે. વિરાટ એ ખેલાડી છે જેને વર્લ્ડ ક્રિકેટમાં ફિટનેસને વધારો આપ્યો, તેની અસર તેની રમતમાં પણ જોઈ શકાય છે. બેટિંગ ઉપરાંત ફિલ્ડિંગમાં પણ તે એકદમ સટીક જોવા મળે છે.

વિરાટને પોતાની ફિટનેસ માટે ઘણી વસ્તુઓનો ત્યાગ કરવો પડ્યો છે. થોડા વર્ષો પહેલા તેને “વીગન” બનવાનો નિર્ણય કર્યો. વીગન એ લોકો હોય છે નોન.વેજ તો ઠીક પણ દૂધથી બનેલી પ્રોડક્ટ્સ પણ નથી ખાતા. વિરાટના આ નિર્ણય ઉપર બધાએ કહ્યું હતું કે તે સ્ટેમિના નહીં બનાવી શકે. પરંતુ વિરાટે આ માન્યતાને તોડી નાખી દુનિયાના સૌથી સારો એથલીટ બન્યો.

આ ઉપરાંત વિરાટ ફ્રાન્સની કંપનીનું Evianનું “નેચરલ સ્પ્રિંગ વોટર” પીવે છે. 100% નેચરલ આ પાણી સંપૂર્ણ રીતે કેમિકલ મુક્ત હોય છે. તેની કિંમત 600 રૂપિયા લિટરથી શરૂ થઈને 35000 રૂપિયા લીટર સુધીની માનવામાં આવે છે. ભારતમાં આ કંપનીના પાણીની એક લીટરની કિંમત 600 રૂપિયા છે. વિરાટ દિવસમાં 2થી 3 બોટલ પાણી પી જાય છે. વિરાટ આખા વર્ષનું 6 લાખ 35 હજાર રૂપિયાનું તો ફક્ત પાણી જ પીવે છે.

આ પાણી પીવાથી વજન ઓછું થાય છે. આ ઉપરાંત ડિપ્રેશનમાં પણ તેનાથી કંટ્રોલ મળે છે. સ્કિન માટે પણ આ પાણીને ખુબ જ લાભદાયક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરોઇડ. પોટેશિયમ અને સોડિયમ ગુણ બીજી બ્રાન્ડના પાણી કરતા વધારે હોય છે.

આ પાણી યુરોપના પહાડોમાંથી નીકળે છે. અને ફ્રાન્સ દ્વારા આ પાણીને દુનિયાભરમાં સપ્લાય કરવામાં આવે છે. ઓનલાઇન પણ આ પાણી મંગાવી શકાય છે.

Uma Thakor
After post

disabled