દીકરીની ઉંમરની યુવતી સાથે સ્કૂટી પર રોમાન્સ કરવા લાગ્યો આ આધેડ ઉંમરનો કાકો, જુવાનિયાઓ આ જુઓ, તમારી બળીને ખાખ થઇ જશે - Chel Chabilo Gujrati

દીકરીની ઉંમરની યુવતી સાથે સ્કૂટી પર રોમાન્સ કરવા લાગ્યો આ આધેડ ઉંમરનો કાકો, જુવાનિયાઓ આ જુઓ, તમારી બળીને ખાખ થઇ જશે

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. ઇન્ટરનેટની દુનિયામાં ક્યારે અને શું વાયરલ થઇ જાય તેની ખબર જ નથી રહેતી. ક્યારેક ફની વીડિયો જોઇ લોકો હસી હસીને પાગલ થઇ જતા હોય છે, તો ક્યારેક એવા વીડિયો વાયરલ થાય છે જે જોઇને આપણે આશ્ચર્યચકિત થઇ જઇએ છીએ. ત્યારે હાલમાં એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યુ જે જોઇને તો યુઝર્સના હોંશ જ ઉડી ગયા.

વીડિયોમાં એક સ્કૂલી ગર્લ પહેલા મોબાઇલમાં વ્યસ્ત જોવા મળે છે અને ત્યારે જ એક આધેડ વયનો માણસ ત્યાં આવે છે અને પહેલા તે તેને ગળે લગાવે છે, જે બાદ તો જે થાય છે તે જોઇ છોકરાઓ પોતાનું માથું પકડી લે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કાકા આવતા જ તે છોકરીને ગળે લગાડે છે અને પછી તેને ઉંચકી સ્કૂટી પર બેસાડે છે.

જે પછી તે ઘૂંટણિયે બેસી જાય છે અને થોડી જ વારમાં તે ફરી એકવાર સ્કૂટી પર બેસેલી છોકરીને ગળે લગાવે છે. જો કે, ત્યારે જ કોઇની નજર તેમના પર પડે છે અને છત પરથી બંને પર તે પાણી છાંટે છે અને બંને તે બાદ ત્યાંથી ભાગી જાય છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી રહી છે. જો કે, આ વીડિયોની અમે પુષ્ટિ નથી કરતા, કેમ કે આ વીડિયો સ્કિપ્ટેડ પણ હોઇ શકે છે.

Live 247 Media

disabled