આ કીડાને જોઈને લોકો કહેવા લાગ્યા આ તો એલિયન છે…!!!! જુઓ તમે પણ વાયરલ વિડીયો
આજે દુનિયામાં ટેક્નોલોજી વધી ગઈ છે અને સોશિયલ મડિયા પણ આજે મોટાભાગના લોકો વાપરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર તમને એટલું બધું જાણવા મળે છે જે પહેલા ક્યારેય પણ ના જાણ્યું હોય, વળી કેટલીક વાતો, કેટલીક તસવીરો અને કેટલાક વિડીયો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી રાતો રાત વાયરલ થઇ જતા હોય છે. હાલમાં જ એક એવા કીડાનો વિડીયો વાયરલ થયો છે જેને જોઈને લોકો તેને એલિયન માની રહ્યા છે.
આ વીડિયોની અંદર એક બ્લેક મૈંટિસ (તીતીઘોડા)નો છે. પરંતુ લોકોએ અત્યાર સુધી તો લીલા રંગના જ તીતીઘોડા જોયા છે. હવે આ કાળા રંગનો તીતીઘોડો તેમને વિચિત્ર લાગ્યો. હવે જયારે લોકો આવું કંઈક નવું જુએ છે ત્યારે તો તેમને એમ જ લાગેને કે આ તો એલિયન જ છે. અને આજ કારણ છે કે આ બ્લેક મૈંટિસનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ જોવાઈ રહ્યો છે.
The black mantis – so alien pic.twitter.com/qEutSGq8Xe
— Knowledge Hub (@knowIedgehub) September 1, 2020
આ શોકિંગ વીડિયોને ટ્વીટર ઉપર @NaturelsLit દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેને કેપશનમાં લખ્યું છે કે “બેલ્ક મૈંટિસ- એલિયન જેવો”. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે. ઘણા લોકોએ આ વીડિયોમાં કોમેન્ટ અને લાઈક પણ કરી છે.