ઉર્ફી જાવેદની વધુ એક અતરંગી ફેશન, ટોપની જગ્યાએ પહેરી લીધી એટલી બોલ્ડ વસ્તુ કે…જોઇને તમને આવી જશે શરમ
ઉર્ફી જાવેદનું નામ સાંભળતા જ દરેકના મનમાં અજીબ ફેશન સેન્સ આવી જાય છે. ઉર્ફી દરરોજ કંઈક ને કંઈક એવું કરે છે, જેનાથી ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થાય છે. ઉર્ફી જાવેદે ખૂબ જ ઓછા સમયમાં ફેશન ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. ફોટો શૂટ હોય કે સ્પોટેડ લુક હોય, દરેક વખતે ઉર્ફી કંઈક અજીબ કરે છે અને તેથી જ તે ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. ઉર્ફી જાવેદે ફરી એકવાર સોશિયલ મીડિયાનું તાપમાન વધાર્યું છે. કોઈ ક્રોપ ટોપ નહીં, બ્રાલેટ નહીં અને ફાટેલા અતરંગી ડિઝાઈનના કપડાં નહીં…આ વખતે ઉર્ફીએ ટ્યુબ બ્રા પહેરીને તેનું શરીર છુપાવ્યું. રમઝાન મહિનામાં ઉર્ફીનો આ સુપર હોટ લુક જોઈને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, લોકોએ કહ્યું- પાક મહિનામાં શરમ બતાવો બહેન….!ફેશન લોકોનું ધ્યાન નહીં ખેંચે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, દરરોજ, ઉર્ફી ઘરની બહાર એકથી એક રિવીલિંગ ડ્રેસ પહેરીને આવે છે, અને લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. પરંતુ ઉર્ફીને યુઝર્સ દ્વારા ઘણી ટ્રોલ કરવામાં આવે છે, જો કે, ઉર્ફીએ સ્પષ્ટ કર્યું છે કે તે જેમ છે તેમ જ રહેશે. અને હવે ફરી એકવાર ઉર્ફીએ તેની અદભૂત ફેશન સ્ટાઈલથી ધમાકો કર્યો છે. આ વખતે ઉર્ફી ટ્યુબ બ્રા પહેરીને બાથટબ પર બેસીને પોતાની સ્ટાઈલ બતાવી રહી છે. આ લુકની તેણે તસવીરો સાથે વીડિયો પણ શેર કર્યો છે. આ વિડિયો ઉર્ફીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડિયોમાં, ઉર્ફીએ બ્લુ ડેનિમ જીન્સ સાથે સફેદ રંગની ટ્યુબ બ્રા પહેરી છે, જે માત્ર એક પટ્ટી જેવી લાગે છે. આ સાથે તેણે હાથમાં લાંબા મોજા પણ પહેર્યા છે.
View this post on Instagram
તેણે ઊંચા બનમાં વાળ કેરી કર્યા છે અને ગુલાબી રંગની ગ્લોસી લિપસ્ટિક લગાવી છે. વિડિયોમાં ઉર્ફી માત્ર તેના ફાયરિંગ લુક્સ જ નહીં પરંતુ ફુલ-ઓન એટીટ્યુડ પણ બતાવી રહી છે. ઉર્ફીનો આ વીડિયો જોઈને એક યુઝરે તેને યાદ અપાવ્યું કે રમઝાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. તે યુઝરે લખ્યું “રમઝાનમાં તો શરમ કરી લે, બેશરમ”. બીજા યુઝરે લખ્યું “રમઝાન હૈ ઉર્ફી જી… કૃપા કરીને આ મહિનામાં થોડી શરમ રાખો.” ઉર્ફીનો આ લુક જોઈને એક કન્ફ્યુઝ વ્યક્તિએ લખ્યું, “બાપ રે સેલો ટેપ લગ રહી હે કસમ સે”. ત્યાં અન્ય એક વ્યક્તિએ પૂછ્યું, “હવે આ કઈ બ્રાન્ડની ટેપ છે, મેડમ ?”
View this post on Instagram
બાય ધ વે, આ પહેલીવાર નથી કે જ્યારે ઉર્ફીએ આ રીતે પોતાનો બોલ્ડ લુક બતાવ્યો હોય. હાલમાં જ ઉર્ફીએ તેનો એક વિડિયો શેર કર્યો જેમાં તેણે તેના પહોળા વેસ્ટ બેલ્ટનો ઉપયોગ ક્રોપ ટોપ તરીકે કર્યો હતો. અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્ફીએ તેની કારકિર્દી હિન્દી ટીવી સિરિયલથી શરૂ કરી હતી. અભિનેત્રીએ વર્ષ 2016માં સીરિયલ ‘બડે ભૈયા કી દુલ્હનિયા’થી ડેબ્યુ કર્યુ હતુ. આ પછી ઉર્ફીએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું.
View this post on Instagram
24 વર્ષીય ઉર્ફી જાવેદ ‘મેરી દુર્ગા’, ‘બેપનાહ’ અને ‘પંચ બીટ સીઝન 2’માં જોવા મળી હતી. આ સિવાય ઉર્ફી જાવેદ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ અને ‘કસૌટી ઝિંદગી કી’માં પણ જોવા મળી હતી. અભિનેત્રીએ બિગ બોસ ઓટીટીથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઉર્ફી જાવેદ આ દિવસોમાં મ્યુઝિક વીડિયોમાં પોતાની આગ ફેલાવી રહી છે. ઉર્ફી જાવેદને ઇન્સ્ટા રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ છે. તે ટ્રેન્ડિંગ ગીતો પર ડાન્સ કરતી વખતે વીડિયો બનાવતી જોવા મળે છે.