કેમેરામાં કેદ થઇ પોલિસ કોન્સ્ટેબલની શર્મનાક હરકત, મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો થયો વાયરલ - Chel Chabilo Gujrati

કેમેરામાં કેદ થઇ પોલિસ કોન્સ્ટેબલની શર્મનાક હરકત, મહિલા સાથે અશ્લીલ હરકતનો વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર ઘણીવાર પોલિસની ગંદી અને શર્મનાક કરતૂતના વીડિયો અને તસવીરો સામે આવતા હોય છે, જે જોઇ પોલિસતંત્રમાં ખળભળાટ મચી જાય છે. ત્યારે હાલમાં વર્દીમાં એક પોલિસ કોન્સ્ટેબલની શર્મનાક કરતૂતનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઉત્તર પ્રદેશના ઉન્નાવનો છે, જ્યાં બાંગરમઉ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલા એક કોન્સ્ટેબલનો અશ્લીલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યો છે. આ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું કહેવાય છે, જેને મહિલાએ પોતે વાયરલ કર્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

રાજધાની લખનઉને અડીને આવેલો જિલ્લો ઉન્નાવ છે. અહીં એક પોલીસ સ્ટેશન વિસ્તાર છે, બાંગરમઉ. અહીંના કોન્સ્ટેબલ દીપ સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે કોન્સ્ટેબલ ગંગાઘાટ કોતવાલીમાં તૈનાત હતો ત્યારે તેણે ઘણી વખત મહિલા સાથે અશ્લીલ હરકતો કરી હતી, જેના કારણે તે તંગ આવી ગઈ હતી. આ પછી પીડિતાએ કોન્સ્ટેબલ દીપ સિંહનો અશ્લીલ હરકતનો વીડિયો બનાવી લીધો હતો અને વાયરલ કરી દીધો.

મુનશી દીપ સિંહનો બાંગરમાઉ કોતવાલીમાં યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. આરોપો અનુસાર, પહેલા વીડિયોને પૈસાની લેવડ-દેવડના મામલે દબાવવામાં આવ્યો હતો, હવે જ્યારે કોન્સ્ટેબલ દીપ સિંહ બાંગરમઉ આવ્યો છે, ત્યારે આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો 2 વર્ષ જૂનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ ઉન્નાવ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક કાર્યવાહી કરીને કોન્સ્ટેબલ દીપ સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ પોલીસ પર અનેક વખત દાગ લાગ્યો છે. ત્યારે હવે વધુ એક આવો વીડિયો સામે આવતા સનસની મચી ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોન્સ્ટેબલ પતિ-પત્ની વચ્ચેના વિવાદને ઉકેલવા ગયો હતો. આ દરમિયાન તે પીડિતાને જ દિલ આપી બેઠો હતો. આ વીડિયોમાં એક કોન્સ્ટેબલ મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો પણ જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસે હવે વીડિયોમાં દેખાતી મહિલા વિશે માહિતી મેળવવાનું શરૂ કરી દીધું છે.

9 સેકન્ડના આ વીડિયોમાં મુખ્ય કોન્સ્ટેબલ બંધ રૂમમાં મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં લઈને એસપી દિનેશ ત્રિપાઠીએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે. પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે.આરોપી કોન્સ્ટેબલ ત્યારે કોતવાલી ગંગા ઘાટ પર તૈનાત હતો. થોડા મહિનાઓ પછી, તેની બદલી ઉન્નાવથી બાંગરમઉ કોતવાલી કરવામાં આવી. તે પછી તે સતત પોતાનું કામ કરતો રહ્યો. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, વિભાગીય તપાસ સાથે, પોલીસ ટીમ આ મહિલાને શોધી રહી છે.

divyansh

disabled