ટીકટોકની મોટી સેલિબ્રિટી કીર્તિ પટેલ ફરી લખણ ઝળકાવ્યા, અમદાવાદમાં એક યુવતીને ગાળો ભાંડી લોખંડના પાઈપથી ફટકારી - Chel Chabilo Gujrati

ટીકટોકની મોટી સેલિબ્રિટી કીર્તિ પટેલ ફરી લખણ ઝળકાવ્યા, અમદાવાદમાં એક યુવતીને ગાળો ભાંડી લોખંડના પાઈપથી ફટકારી

સુરતની ખુબ લોકપ્રિય કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોક થી ફેમસ થઈ હતી. પછી તે સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં આ ફેમસ પણ થઈ છે તેવું કહેવુ ખોટું નથી. અમદાવાદ ના એસજી હાઇવે પર એક યુવતી ને પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રાણીપમાં એરિયામાં એક યુવતીએ ટિક્ટોક સ્ટાર સામે ફરિયાદ નોંધાવી છે . આપણે જાણવી દઈએ કે આ એજ કીર્તિ પટેલ છે હે પોતાને સ્ટાર સમજે છે પણ હકીકતમાં તે સમાજ માટે હાલ ગુનેગાર તરીકે ગણાય છે. અગાઉની જેમ ફરી એક વાર તેનો વિવાદ સામે આવ્યો છે. રાણીપની યુવતી એસજી હાઇવે પર ચા પીવા ગઈ ત્યારે તેને પાઈપથી શરીરના અલગ અલગ ભાગો પર માર મારી ઇજાઓ પહોંચાડી હતી.સારવાર બાદ આ યુવતીએ ફરીયાદ કરતાં પોલીસે તાપસ શરૂ કરી છે.

સોશિયલ મિડીયામાં સતત વિવાદોમાં રહેતી  કિર્તી પટેલ  વિરૂધ્ધ સોશિયલ મિડીયા થયેલી તકરારના મામલે રાણીપમાં રહેતી એક યુવતીએ કારના કાચ તોડીને પોતાની પર જીવલેણ હુમલો કરાયાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી કોમલ પંચાલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે, 21 ફેબ્રુઆરીના રોજ તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી, ત્યારે કોઈએ લાઈવમાં કોમેન્ટ કરી હતી કે, તમારી ગાડીના કાચ તૂટ્યા છે. કોમલે નીચે આવીને પાર્કિંગમાં જોયું તો ગાડીના કાચ તૂટેલા હતા.

ત્યારબાદ કોમલ પોતાની મિત્ર પર્લ જોશીની ગાડી લઈને કર્ણાવતી ક્લબ પાસે ટી સ્ટોલ પર ગઈ હતી. ત્યારે TIKTOK STAR બે લોકો સાથે ત્યાં પહોંચી ગઈ હતી અને ગાડીનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. કાચ તૂટવાનો અવાજ સાંભળીને કોમલ ત્યાં જોવા ગઈ ત્યારે કોઈકે તેના માથા અને બરડાના ભાગમાં ફટકા માર્યા હતા અને તેણે પાછળ વળીને જોયું તો કીર્તિ પટેલ હાથમાં લોખંડના પાઈપ સાથે ઉભી હતી. જેમાં કોલમ પંચાલ નામની યુવતીએ છ મહિના પહેલા કિર્તી પટેલ વિરૂધ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની અદાવત રાખીને કિર્તી પટેલે હુમલો કર્યો હતો.

આ ઉપરાંત કીર્તિની સાથે રહેલા યુવાને કોમલને તું અમારા ગ્રુપની સામે પડી છે, અમે તને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ત્યારે યુવતીની ફરિયાદના આધારે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વધુમાં ટિક્ટોક સ્ટારે લેડી ડોન ભૂરી સાથે પણ વીડિયો બનાવ્યો હતો. કીર્તિ પટેલ સાથે બીજી એક મહિલા અને એક યુવક પણ હતો અને આ તમામ લોકો ગાળો બોલીને કહેવા લાગ્યા હતા કે તું અમારા ગ્રુપ ની સામે પડી છે અને અમે જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી હતી. યુવતીને ઇજાઓ પહોંચી હોવાથી પોલીસમાં ફોન કર્યો હતો અને સારવાર માટે એમ્બ્યુલન્સથી સોલા સીવીલ પહોંચી હતી.

વીડિયોમાં ટિકટોક કીર્તિ પટેલે કહ્યુ હતું કે, ‘ભૂરી, રસ નથી અમને કોઈ મગજમારીમાં. અમે તો મસ્ત છીએ અમારી ફ્રેન્ડ યારીમાં. ઘટે તો જિંદગી ઘટે. પણ અમારી લાજપોર જેલની ભાઈબંધી છે હો ભાઈ. એમાં કાંઈ ન ઘટે. અમારી ફ્રેન્ડશિપ એટલે કૃષ્ણ સુદામાની જોડી છે. બાકી જો, મગજ હટે તો બધાનો બાપ છીએ. હો મોજ હો.. અમારી જેલની ભાઈબંધીને નજર ન લગાવતા હો….’ આ દરમિયાન તેની તબિયત સારી ન હોવાથી તેને 21મી તારીખે બનેલા બનાવની ફરિયાદ હવે કરતાં સેટેલાઈટ પોલીસે આ મામલે કીર્તિ પટેલ તથા એક મહિલા અને એક પુરુષ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. તેના ટિકટોક વીડિયો પણ ખૂબ વિવાદિત હોય છે. થોડા સમય પહેલા તેનો પ્રતિબંધિત પક્ષી ઘુવડ સાથેનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસૂલ કર્યો હતો. આ ઉપરાંત સુરતની પુણા પોલીસે બે વર્ષ પહેલા હત્યાના પ્રયત્ન મામલે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.

admins

disabled