2022 નવા વર્ષે સુશાંતસિંહ રાજપૂતે અચાનક જ કંઈક એવું કર્યું કે બધાને ડરાવી દીધા…

સુશાંત સિંહ રાજપૂત ભલે આ દુનિયામાં નથી પરંતુ તે આજે પણ ચાહકોના દિલમાં જીવંત છે.  ચાહકો તેને આજે પણ યાદ કરે છે. ઘણા ચાહકો પણ સુશાંત સિંહ રાજપૂતના સોશિયલ મીડિયા એકાઉન્ટની મુલાકાત લે છે અને તેની જૂની પોસ્ટ્સ જુએ છે. આ દરમિયાન 1 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે નવા વર્ષ નિમિત્તે તેમના ફેસબુક એકાઉન્ટ પરથી નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ વાત ફેન્સ માટે ચોંકાવનારી હતી, પરંતુ લખવામાં આવ્યું હતું કે આ પોસ્ટ સુશાંતની મોટી બહેન શ્વેતા સિંહે કરી છે. આ જોઈને સુશાંતના ફેન્સ ફરીથી ભાવુક થઈ ગયા.

વાસ્તવમાં, સુશાંતની મોટી શ્વેતા સિંહ કીર્તિએ તેના ફેસબુક એકાઉન્ટ પરથી ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. શ્વેતા સિંહે સુશાંતના ફેસબુક એકાઉન્ટ પરથી કરેલી પોસ્ટમાં લખ્યું, ‘બધાને નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. શ્વેતા સિંહ કીર્તિ ભાઈ વતી હું તમને શુભેચ્છા પાઠવું છું. સુશાંતના એકાઉન્ટ પર શ્વેતાની આ પોસ્ટે બધાનું ધ્યાન ખેંચ્યું અને સુશાંતના ચાહકોએ પોસ્ટ પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી જ્યારે ફેન્સને સુશાંત સિંહના ફેસબુક પરથી અપડેટ મળ્યા હોય. ગયા વર્ષે, ચાહકો ચોંકી ગયા હતા જ્યારે તેઓએ સુશાંત સિંહ રાજપૂતના ફેસબુક એકાઉન્ટ પર બદલાયેલ પ્રોફાઇલ જોઇ હતી. જો કે, બાદમાં જાણવા મળ્યું કે તેમના નિધન બાદ એકાઉન્ટ હેન્ડલ કરનારા લોકોએ આ ફેરફારો કર્યા હતા.

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે તેની તપાસમાં તેને આત્મહત્યા ગણાવી હતી. જો કે ભારે વિરોધ બાદ આ કેસની તપાસ ED, NCB અને CBIને સોંપવામાં આવી હતી. સીબીઆઈ હજુ સુધી આ કેસમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.

disabled