સુરતના આ કેવો બાપ ? જેને સગા દીકરાને મારી અંખી અને ફાંસીના માચડે લટકાવી દીધો, આપઘાતમાં ખપાવી દેવા માંગતો હતો, ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

આજકાલ કોનો વિશ્વાસ કરવો એ ખુબ જ મોટો સવાલ બની ગયો છે, આજે લોહીના સંબંધોમાં પણ વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ બને છે, ત્યારે  ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે લોહીના સંબંધો પણ શર્મસાર થતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો ખુલાસો સુરતમાંથી થયો છે, જ્યાં એક બાપે જ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રાફિક પોલીસની મદદમાં કામગીરી કરતા ટીઆરબી જવાનની તેના વિસ્તારના મકાનમાંથી 9 તારીખે બપોરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે પીએમ દરમિયાન ટીઆરબી જવાન યુવકનું ગળુ દબાવી હત્યા કરી હોવાની વિગતો સામે આવતા પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરતાં, નશો કરવાની કુટેવ ધરાવતા પિતા પર વારંવાર હાથ ઉપાડતા પુત્રની પિતાએ જ હત્યા કરી તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતો સાગર કારભારી માળી નામના 22 વર્ષના યુવકની 9 તારીખે તેના ઘરમાંથી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેને પગલે ચોકબજાર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો, જ્યાં પીએમ દરમિયાન આ યુવકનું ગળુ દબાવી હત્યા કરાઇ હોવાની વિગતો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

ત્યારબાદ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં સાગર કારભારી માળી નામના યુવક અને તેના પિતા વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. દારૂ પીવાની કુટેવ ધરાવતા પિતા નશો કર્યા બાદ ઘરમાં ઝઘડા કરતા હતા અને આ ઝઘડા દરમિયાન પુત્ર સાગર અને અન્ય ભાઈ સમાધાન માટે અવાર નવાર પિતા પર હાથ ઉપડતા હતા, જેને લઈને સતત ઘરમાં ઝઘડા ચાલતા હતા.

જોકે 9 તારીખે પિતા-પુત્ર ઘરમાં એકલા હતા, તે સમયે બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થઇ હતી તેને લઈને કારભારી માળીએ પોતાના પુત્ર જાલંધરનું ગળુ દબાવી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘરમાં સાડી સાથે બાંધી આ યુવકે ગળાફાંસો ખાધો હોય તેવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સમગ્ર ઘટના સામે આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા જ શંકાના દાયરામાં પિતા સામે આવતા પોલીસે હાલ તેની પૂછપરછ શરૂ કરી છે.

આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે કારણ કે, સગા પિતાએ પુત્રની હત્યા કર્યા બાદ પુત્રએ આત્મહત્યા કરી હોય તેવું ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. મૂળ મહારાષ્ટ્રના ધૂલીયા જિલ્લાના આવી ગામના આ પરિવારમાં યુવાન પુત્રના મોતને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે પોલીસે આ મામલે આરોપી પિતાની અટકાયત કરી તેની પૂછપરછ શરૂ કરી હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

After post

disabled