સુરતમાં આ નરાધમે જાહેરમાં યુવતીને રસ્તા વચ્ચે રોકીને ગળું કાપીને કરી નાંખી હત્યા, લોકો રાડો પાડવા લાગ્યા એવો ડરામણો માહોલ હતો

ગઈ કાલે સુરતના કામરેજના પાસોદરા પાટિયા પાસે એક યુવતીની યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા આખા વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી આજે કામરેજના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવતીના ફેમિલી સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોને વીડિયો કોલ પર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરાવી. હર્ષ સંઘવીએ પૂરતો ન્યાય અપાવવાની હૈયા ધરપત આપી હતી. જરૂર પડે તો સીધા કોલ કોલ કરવા પરિવારજનોને કહ્યું હતું.

આ અંગેની વિગતો એવી છે કે, પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જાહેરમાં થયેલી આ આખી હત્યાનો વીડિયો સામે આવ્યો છે. યુવક છેલ્લા કેટલાક દિવસથી યુવતીનો પીછો કરતો હતો. આ અંગે યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો. ગઈ કાલે યુવકે યુવતીના ઘર બહાર પહોંચી હંગામો મચાવ્યો હતો.

youtube.com

રિપોર્ટ્સ અનુસાર ગ્રીષ્માની હત્યાના દિવસે પણ મોટા પપ્પાએ ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ જ સમયે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી બધાની નજર સામે જ ચપ્પુથી ગળું કાપી હત્યા કરી હતી. ગ્રીષ્મનો ભાઈ છોડાવા ગયો પણ યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.

youtube.com

એટલું જ નહીં, ઘટના સ્થળે દોડીલ આવેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. ત્યાર બાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે લોકોને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

કામરેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ બંને જણા સ્કૂલના દિવસોથી એકબીજાને ઓળખતા હતા અને મિત્રો હતા. આ હત્યા પાછળનું કારણ શું છે તેની તપાસ કરવાની બાકી છે. ગોયાણી થોડાક સમય પહેલા ગ્રીષ્માનાના ઘરે ગયો હતો, ત્યારે પણ તેની તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરૂવારે રાતે શહેરના રાંદેર વિસ્તારમાં એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.

disabled