અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી જતા જ યુવકે પત્નીને કહી દીધું "મારે તારી જરુર નથી, હું મારી પ્રેમિકા સાથે રહીશ" ગુજરાતી NRI પત્નીએ વ્યક્ત કર્યું દુઃખ - Chel Chabilo Gujrati

અમેરિકાનું ગ્રીનકાર્ડ મળી જતા જ યુવકે પત્નીને કહી દીધું “મારે તારી જરુર નથી, હું મારી પ્રેમિકા સાથે રહીશ” ગુજરાતી NRI પત્નીએ વ્યક્ત કર્યું દુઃખ

વિદેશના શોખીનો ખાસ વાંચજો

વિદેશ જવાનું સપનું મોટાભાગના લોકો જોતા હોય છે. તો ઘણી યુવતીઓ પણ NRI છોકરાઓ સાથે લગ્ન કરવા માંગતા હોય છે. ઘણી NRI યુવતીઓ પણ લગ્ન કરવા માટે આવે છે. અને તેમાં પણ આપણા ગુજરાતીઓ ખાસ અમેરિકા અને લંડન જવા માટે ઘેલા થતા હોય છે. પરંતુ આ દરમિયાન જ  એક ગુજરાતી NRI યુવતીનું દુઃખ સામે આવ્યું છે.

બારડોલી તાલુકાના ઉમરખા ગામની યુવતીના લગ્ન કુંભારીયા ગામના યુવક સાથે થયા હતા. યુવતી પહેલાથી જ અમેરિકાના ટેક્સાસમાં પોતાના માતા-પિતા સાથે સ્થાયી થઇ ચુકેલી હતી.  લગ્ન બાદ થોડા મહિનામાં જ સાસરિયાઓનો રંગ સામે આવ્યો હતો. પરંતુ યુવતી ત્યાંથી કંટાળીને પાછી અમેરિકા ચાલી ગઈ હતી.

અમેરિકા જઈને યુવતીએ વિચાર્યું કે તેનો પતિ અહીંયા આવી જશે પછી બધું જ સારું થઇ જશે, તેના પતિને પણ બધી જ પ્રોસેસ બાદ અમેરિકા બોલાવી લેવામાં આવ્યો, આ દરમિયાન પણ યુવતીને તેના પતિ સાથે વાત ચાલુ જ હતી.

યુવતીનો પતિ અમેરિકા પહોંચતા જ તેના ગ્રીન કાર્ડ માટે પણ કાર્યવાહી શરુ કરવામાં આવી. યુવકને ગ્રીનકાર્ડ પણ મળી ગયું હતું. ગ્રીનકાર્ડ મળી ગયા બાદ એક દિવસ યુવતી તેના પતિ સાથે કોઈ સંબંધીને ત્યાં જઈ રહી હતી એ દરમિયાન જ તેને રસ્તામાં ઉતારી દીધી હતી.

મોડા સુધી તેનો પતિ પાછો ના આવતા યુવતીએ તેને ફોન કર્યો હતો ત્યારે યુવકે જણાવ્યું હતું કે તેને હવે ગ્રીનકાર્ડ મળી ગયું છે, માટે તેની કોઈ જરૂર નથી, હવે જેની સાથે મારે અફેર છે હું તેની સાથે જ લગ્ન કરીશ.”

4 ઓક્ટોબરના રોજ યુવતી પોતાના માતા પિતા સાથે પોતાના વતન ઉમરખા આવી ગઈ હતી અને ત્યાં આવી તેને પોતાના સાસરિયા વિરુદ્ધ અને લગ્ન કરાવનાર વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.  લગ્ન કરાવનાર વ્યક્તિ પાસેથી એ પણ જાણવા મળ્યું હતું કે યુવકે માત્ર ગ્રીનકાર્ડ માટે જ લગ્ન કર્યા હતા.

તો બીજી તરફ તેના પતિએ પણ અમેરિકાની ડલાસ કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી કરી છે. યુવતીએ પોતાના સાસરિયા વિરુદ્ધ લગ્નમાં 15 તોલા સોનુ પણ પચાવી પાડવાનો આરોપ પણ મુક્યો છે.

Uma Thakor
After post

disabled