સુરત : શેતાનને શરમાવે એવું મામા નિકુંજ પટેલએ ભાણેજ સાથે કર્યુ કારસ્તાન, દુષ્કર્મ આચરી ગુપ્તાંગની અંદર આવું આવું નાખ્યું - Chel Chabilo Gujrati

સુરત : શેતાનને શરમાવે એવું મામા નિકુંજ પટેલએ ભાણેજ સાથે કર્યુ કારસ્તાન, દુષ્કર્મ આચરી ગુપ્તાંગની અંદર આવું આવું નાખ્યું

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિણીત પુરુષે તેની પ્રેમિકા સાથે બળજબરી શરીર સંબંધ માણ્યો અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાની ભૂકી નાખી દીધી.

ઘટના બાદ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તે બાદ પોલીસે આ મામલે આરોપી વિરૂદ્ધ કેસ નોંધ્યો હતો. પહેલા તો પરિણીત યુવકે તેની પ્રેમિકા સાથે જબરદસ્તી સંબંધો બાંધ્યા અને પછી તેના પ્રાઈવેટ પાર્ટમાં મરચાનો પાવડર નાખી દીધો.

આરોપીની ઓળખ નિકુંજ પટેલ તરીકે થઈ છે અને પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ આરોપી બીજો કોઇ નહિ પણ પીડિતાના કૌટુંબિક મામા થાય છે. સુરતના દેલાસા ગામના પરણિત કૌટુંબિક મામા નિકુંજે તેની કૌટુંબિક ભાણેજ સાથે આવી ગંદી હરકત કરી હતી.

ભાણી દેલાસા ગામે મામાના ઘરે આવતા તેને પ્રેમજાળમાં ફ્સાવી અને નિકુંજ પોતે પરિણીત હોવા છતાં તેણે ભાણેજને પોતાની સાથે રાખવાના ઇરાદે ત્રણ વર્ષ પહેલાં વર્ષ 2020માં તેને ભગાડી હતી. તે સમયે યુવતિ ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી હતી પણ તે ન મળતા ગુમ થયાની ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે,

સામે આવ્યુ કે નિકુંજ પટેલ કે જે યુવતિના મામા થાય છે તે જ તેને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ ગયો હતો. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે જુદી-જુદી જગ્યા પર લઈ જઈને તેનું શારીરિક શોષણ કરવા સાથે તેના પર ત્રાસ ગુજાર્યો હોવાનું સામે આવ્યુ. જો કે, નિકુંજના ત્રાસથી કંટાળી યુવતિ ચારેક દિવસ પહેલાં જ દેલાસા ગામ ભાગીને પરત આવી ગઈ હતી. આ દરમિયાન નિકુંજે તેને માર મારવા સાથે તેના ગુપ્તાંગમાં મરચાંની ભૂકી નાખી દીધી.

નિકુંજે હેવાનિયતની હદ વટાવી જતાં પીડિતાની તબિયત લથડી હતી અને તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પીડિતાએ જણાવ્યું કે નિકુંજ પરણિત હતો અને આ વાત તેણે છુપાવી હતી. છેલ્લા પાંચ મહિનાથી તે ત્રાસ ગુજરી રહ્યો હતો અને વાયર અને બેલ્ટથી ફટકારી પણ રહ્યો હતો. જો કે, આખરે તેણે હેવાનિયતની બધી હદો પાર કરી દીધી. તેણે પીડિતાના ગુપ્તાંગના ભાગે મરચાંની ભૂકી નાખી. પીડિતાએ જણાવ્યુ હતુ કે, જ્યારે પણ તે પરત ઘરે જવાની વાત કરે તો તે પરિવારને મારી નાખવાની ધમકી આપતો. પણ પીડિતાએ કહ્યુ કે- હવે મારે મારા પરિવાર સાથે જ રહેવું છે.

Live 247 Media
After post

disabled