સુરતમાં પાનની દુકાન ચલાવતા 10 પાસ યુવકને ફેસબુક પર થઇ ગયો વિદેશી યુવતી સાથે પ્રેમ, અંગ્રેજી પણ નહોતું આવડતું તો પણ યુવતી આવી પહોંચી લગ્ન કરવા.. જુઓ - Chel Chabilo Gujrati

સુરતમાં પાનની દુકાન ચલાવતા 10 પાસ યુવકને ફેસબુક પર થઇ ગયો વિદેશી યુવતી સાથે પ્રેમ, અંગ્રેજી પણ નહોતું આવડતું તો પણ યુવતી આવી પહોંચી લગ્ન કરવા.. જુઓ

ફેસબુકને બના દી જોડી: સુરતમાં પાનની દુકાન ચલાવી રહેલા યુવકને થઇ ગયો વિદેશી ગોરી સાથે પ્રેમ, 5 વર્ષના પ્રેમને અંજામ આપવા યુવતી આવી પહોંચી સુરત, હવે બંધાશે લગ્નના બંધનમાં

પ્રેમને કોઈ બંધનો નડતા નથી એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ, જેના ઘણા ઉદાહરણો પણ આપણી આસપાસ જોવા મળી જતા હોય છે, વળી આજે તો જમાનો પણ સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં ઘરની ચાર દીવાલોમાં બેઠા બેઠા પણ દુનિયાના કોઈપણ છેડે રહેલા વ્યક્તિ સાથે વાતો થઇ શકે છે, તો પ્રેમ થવો પણ સ્વાભાવિક જ છે, તમે એવી ઘણી પ્રેમ કહાનીઓ જોઈ હશે જેમાં બીજા દેશની યુવતી કે યુવકોએ એક બીજા સાથે લગ્ન કર્યા હશે.

ત્યારે હાલ તાજો જ મામલો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં 10 ધોરણ પાસ અને દિવ્યાંગ યુવકને પણ જયારે ફેસબુક વાપરવા લાગ્યો ત્યારે ખબર નહિ હોય કે આ ફેસબુક તેના જીવનમાં નવી ખુશીઓ લઈને આવશે. આ યુવકને એક ફિલિપાઇન્સની યુવતી સાથે ઓનલાઇન મિત્રતા થઇ અને આ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એ પણ તેને ખબર ના રહી.

ખાસ વાત તો એ હતી કે યુવક ફક્ત 10 પાસ હતો, તેને અંગ્રેજી પણ નહોતું આવડતું, છતાં પણ ટ્રાન્સલેટની મદદથી તે યુવતી સાથે વાતો કરતો રહ્યો અને આખરે અંજામ એ આવ્યો કે ફિલિપાઇન્સથી તે યુવતી યુવક સાથે લગ્ન કરવા માટે સુરતમાં આવી પહોંચી અને બંને હવે લગ્નના બંધનમાં બંધાઈ જવાના છે. યુવક દિવ્યાંગ છે તે ચાલી ફરી નથી શકતો.

આ યુવક સુરતના વરાછા વિસ્તારમાં રહે છે અને યોગી ચોક પાસે જ તેની પાનની દુકાન છે. યુવકનું નામ કલ્પેશભાઈ ભાવજીભાઈ કાછડીયા છે. હાલ તેમની ઉંમર 43 વર્ષની છે. તેમના પરિવારમાં 2 બહેનો અને એક ભાઈ છે. તેમના પરિવારની અંદર બધાના લગ્ન થઇ ગયા છે. પરંતુ કલ્પેશ દિવ્યાંગ હોવાના કારણે તે લગ્ન કરવા નહોતા માંગતા.

પરંતુ કહેવાય છે ને કે જોડીઓ તો ભગવાનના ઘરે બનતી હોય છે તેમ જ વર્ષ 2017માં ફિલિપાઇન્સની રહેવાસી 42 વર્ષીય રેબેકા નામની મહિલાની ફેસબુક પર કપ્લેશને રિકવેસ્ટ આવી. જેના બાદ બંને વચ્ચે મિત્રતા થઇ ગઈ. કલ્પેશને અંગ્રેજી નહોતું આવડતું એટલે પહેલા કલ્પેશ તેના મિત્રોને પૂછીને જવાબ આપતો હતો, પરંતુ પછી તેને ટ્રાન્સલેશનની એપ્લિકેશનની મદદ લીધી અને તેના દ્વારા જવાબ આપવા લાગ્યો.

કલ્પેશે રેબિકાને પોતાની કહાની પણ જણાવી અને પોતે દિવ્યાંગ હોવાની પણ વાત કરી. રેબિકાએ પણ તેના પતિનું અવસાન થયું હોવાનું જણાવ્યું અને તે એકલી જ છે એમ કહ્યું. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઇ ગયો અને તેમને 5 વર્ષ જુના સંબંધને લગ્નમાં બદલવાનું નક્કી કર્યું. 2020માં રેબિકા ભારત આવવાની હતી, તેની ટિકિટ પણ બુક થઇ ગઈ હતી, પરંતુ લોકડાઉનના કારણે તે આવી ના શકી. ત્યારબાદ હવે દિવાળીના દિવસે જ રિબકા ભારત આવી અને હવે 20 નવેમ્બરે બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Uma Thakor

disabled