સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા કરનાર નરાધમના બાપે કહ્યું, “મારો સિક્કો ખોટો નીકળ્યો અને…” સાંભળીને હચમચી ઉઠશો

ગુજરાતમાં હવે રોજ શરમજનક કિસ્સઓએ સામે આવી રહ્યા છે અને લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરે છે કે ગુજરાત હવે બીજું યુપી બિહાર બનવા જઈ રહ્યું છે તેનું એક તાજું જ ઉદાહરણ ગત રોજ જોવા મળ્યું. જેમાં સુરતની અંદર એક યુવતીની છડેચોક ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી, આને લીધે આખા ગુજરાતની અંદર નિંદા થઇ રહી છે. અને હિન્દી અંગ્રેજી મીડિયામાં પણ સ્ટોરી કવર થઇ રહી છે અને સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે અપરાધીઓ એટલા બેફામ બની ગયા છે તેમને કાયદાનો પણ હવે ભય રહ્યો નથી.

આ હત્યા બાબતે ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. તો પણ બદનામીના ડરને લીધે આખા પરિવાર પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. યુવતીના પરિવારે આરોપીને વારંવાર સમજાવ્યો હતો.

આરોપી અને યુવતીના પિતા વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો છે. અતિસંવેદનશીલ બનેલી સુરતની આ ઘટનામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિવારને સહાનુભૂતિ આપી હતી અને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયાધારણા આપી છે. રવિવારે સાંજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે ગયા હતા. જ્યાં તેમણે પરિવાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,

પરિવારને ન્યાય મળશે તે દિવસે ફરી પરિવારને મળશે. આ ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. આ ચોંકાવનારી ઘટનાના ફુટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.

ફેનિલ બાપે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે સુરતની દીકરીના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલ પંકજ ગોયાણીએ ગ્રીષ્મા નંદલાલાલાભાઇ વેકરીયા નામની યુવતીને તેની માતા અને ભાઈની નજર સામે જ જાહેરમાં રહેંસી નાખી હતી. છેલ્લા એક વર્ષથી તે ગ્રીષ્માને હેરાન કરી રહ્યો હતો. ફેનિલને ગ્રીષ્માના પરિવાર દ્વારા સમજાવવા છતાં પણ તે શનિવારના રોજ તેના ઘરે આવી ગયો હતો.

ઘરે આવીને તેને સમજાવવા જતા ગ્રીષ્માના મોટા પપ્પા અને ભાઈને ચપ્પાના ઘા માર્યા હતા અને હાથમાં જકડી લીધેલી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાને લઈને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી અને તેને ન્યાય મળશે તેવી હૈયાધારણા પણ આપી હતી.

તો બીજી તરફ ગ્રીષ્માના પરિવારજનોની માંગ છે કે આરોપીને ફાંસી થવી જોઈએ. તો આ બાબતે આરોપી ફેનીલનાં પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે,”ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં રહ્યો નથી. ફેનિલ વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે પણ મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો નહિ. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો પણ અમને મંજૂર છે.”

disabled