સુરતની દીકરી ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી, માતા-પિતા અને આખો સમાજ ચોધાર આંસુએ વિદાય આપવા મજબૂર

સુરત શહેરના કામરેજ તાલુકામાં પાસોદરા પાટિયા નજીક ટ્રાન્સ દિવસ પહેલા એકતરફી પ્રેમમાં યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીનું ગળું કાપી યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સુરતની દીકરીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઉઠ્યું છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં.

આ ઘટનાને લીધે આખી સોસાયટી શોકમગ્ન થઈ ગઈ છે. બીજી તરફ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે.ગ્રીષ્માની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

આજે સુરતની દીકરી ગ્રીષ્મનાં અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે અને મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સુરતની દીકરીની અંતિમ સફર શરૂ થઈ ગઈ છે. તેના મૃતદેહ પાસે માતા પિતાનું આક્રંદ છે. સમાજના લોકો ચોધાર આંસુએ વિદાય આપી રહ્યાં છે.ગ્રીષ્માની અંતિમયાત્રામાં ધાર્મિક માલવીયા, અલ્પેશ કથિરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.

બીજી બાજુ અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી છે. મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે. પોલીસનો પણ ચૂસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. સમગ્ર વિસ્તારમાં જિલ્લા પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. સુરત બોડર થી અશ્વની કુમાર સુધી સ્પેશિયલ બ્રાન્ચ ને કામગીરી બંદોબસ્ત ની જવાબદારી સોપાઈ છે.ખાનગી વાહનો પર ગ્રીષ્માની અંતિમ સફરના ફોટો સાથેની યાત્રાની તૈયારી જોવા મળી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કામરેજની યુવતીની ઠંડા કલેજે હત્યા કરનાર ફેનિલ ગોયાણી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગત વર્ષે જ ફેનિલે કતારગામ વિસ્તારમાં ઈનોવા કારની ચોરી કહી હતી. જે બાદ કતારગામ પોલીસે હત્યારા ફેનિલની ચોરીના ગુનામાં ધરપકડ પણ કરી હતી. આ સિવાય ફેનિલ કપલ બોક્સ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે.

disabled