આખરે કોર્ટે બાદશાહના દીકરા આર્યન ખાનની જામીન અરજી પણ આપી દીધો નિર્ણય- જાણો

આર્યન ખાનની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કોર્ટે ડગ કેસમાં ચુકાદો આપતા શાહરૂખ ખાનના પુત્રની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ખાન સાથે સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. ડગ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા ઘણા દિવસોથી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

એવી ઉમ્મીદ હતી કે આર્યનને બુધવારે જામીન મળી જશે, પરંતુ ઉમ્મીદ પર પાણી ફરી મળ્યુ. આર્યન ખાનના વકીલે કહ્યું કે હવે તેઓ હાઈકોર્ટનો સંપર્ક કરશે. મુંબઈ સ્પેશિયલ કોર્ટમાં જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવે તેઓ આર્યન ખાનની જામીન માટે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરશે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની NCBએ 2 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. મુંબઇથી ગોવા જઇ રહેલ ક્રૂઝ શિપ પર થનાર પાર્ટીમાં આર્યન સામેલ થયા હતા. આ પહેલા ક્રૂઝ શિપ પર NCBએ આર્યન ખાન, અરબાઝ અને મુનમુન સહિત કેટલાક લોકોને ગિરફ્તમાં લીધા હતા. જોકે, જણાવી દઇએ કે, આર્યન ખાન પાસેથી ડગ મળ્યુ નથી.

હાલ આર્યન આર્થર રોડ જેલમાં છે અને તેને હજુ પણ થોડા દિવસ જેલમાં રહેવું પડશે. આર્યન ખાનની જામીન અરજી ચોથી વખત ફગાવી દેવામાં આવી છે. આર્યનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. 14 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણી બાદ જજ વી.વી. પાટીલે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આર્યનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કોર્ટે NCBના રિમાન્ડ લંબાવ્યા નથી.