આર્યન ખાન જેલમાં ખરાબ દિવસો કાઢી રહ્યો છે અને બહાર શાહરૂખના ખાસ મિત્ર ભાઈજાને ઉઠાવ્યું, છૂટી જશે જેલમાંથી?

ખુશખબરી: સલમાનની મદદથી જેલમાંથી આર્યન છૂટી જશે? સલમાન ભાઈજને ઉઠાવ્યું જોરદાર પગલું

બોલિવુડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડગ કેસની અંદર જેલમાં છે, છેલ્લા ઘણા સમયથી તેનો કેસ ચર્ચામાં છે. ત્યારે શાહરૂખે દીકરાને કારણે તેની ફિલ્મ “પઠાણ”નું શુટિંગ કેન્સલ કર્યુ હતુ અને હવે સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘ટાઈગર 3’ પર અસર જોવા મળી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ડગ કેસમાં આર્યનની ધરપકડ થયા બાદ શાહરૂખ ખાને ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ હાલ પૂરતુ કેન્સલ રાખ્યુ હતું. જે સમયે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, તે સમયે શાહરુખ ‘પઠાણ’ના શૂટિંગ માટે સ્પેન જઈ રહ્યો હતો. પરંતુ તેણે શૂટ રદ કરી દીધું.

‘ટાઇગર 3’ અને ‘પઠાણ’ એકબીજા સાથે જોડાયેલા હોવાથી, આર્યન કેસની અસર પણ સલમાન ખાનની ફિલ્મ પર પડી રહી છે.જણાવી દઈએ કે આર્યન ખાનની 2 ઓક્ટોબરે NCB દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર રેવ પાર્ટીમાં દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેના જામીન અંગેનો નિર્ણય 20 ઓક્ટોબરે એટલે કે આવતી કાલે આવવાનો છે. અહેવાલો અનુસાર, સલમાન ખાન આર્યનના કેસ પર બારીકાઈથી નજર રાખી રહ્યો છે.

આર્યનની ધરપકડ બાદ તે શાહરુખ અને ગૌરીને તેમના બંગલા ‘મન્નત’ માં મળવા પણ ગયો હતો. ત્યારથી તે શાહરુખને ટેકો આપી રહ્યો છે અને તેને હિંમત આપી રહ્યો છે.સલમાન અને કેટરિના કૈફ શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ ટાઇગર એન્ડ ઝોયા તરીકે કેમિયો રોલમાં જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં ‘પઠાણ’ની વાર્તા સમાપ્ત થશે, ત્યાંથી ‘ટાઇગર 3’ની વાર્તા શરૂ થશે. એટલે કે, પઠાણનો ક્લાઇમેક્સ સીન ટાઇગર 3ની શરૂઆત હશે.

ન્યૂઝ 18ના એક અહેવાલ મુજબ, શાહરુખ ખાને દીકરા આર્યનનાા ડગ કેસમાં ફસાયા બાદ બધા વર્ક કમિટમેન્ટ્સને પોસ્ટપોન કરી ચૂક્યા છે. તે આર્યનને જામીન મળ્યા બાદ જ આગળનું કામ નક્કી કરશે. આવી સ્થિતિમાં સલમાનની ‘ટાઈગર 3’ પણ પ્રભાવિત થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ‘પઠાણ’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ 2 ઓક્ટોબરના રોજ સ્પેન જવા રવાના થયા હતા, પરંતુ આર્યનના સમાચાર સાંભળીને પરત ફર્યા હતા.

સિદ્ધાર્થ ફિલ્મના બે ગીતોના શૂટિંગ માટે ત્યાં ગયા હતા. બીજી બાજુ, શાહરૂખ ખાન એટલીની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે પણ તેમણે રોકી દીધી. આ કારણે એટલી, શાહરૂખના ડુપ્લિકેટ પ્રશાંત વાલ્દે સાથે આગળનું શૂટિંગ કરી રહ્યા છે.