પુષ્પાની સંસ્કારી શ્રીવલ્લીએ મેગેઝિન માટે કરાવ્યુ ફોટોશૂટ, બ્રા વગર જોવા મળી

સમંથા રૂથ પ્રભુથી લઈને રશ્મિકા મંદાના અને પૂજા હેગડે સુધી, હવે દક્ષિણ સિનેમા જગતની જાણીતી અભિનેત્રીઓ હિન્દી બેલ્ટના દર્શકો પર પણ પ્રભુત્વ જમાવવાની તૈયારી કરી રહી છે. આ પ્રયાસમાં સાઉથ સિનેમાની આ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગની સાથે બોલ્ડ લુકથી પણ ચાહકોને દિવાના બનાવી રહી છે. અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનો બોલ્ડ અવતાર ગયા દિવસે જ ચર્ચામાં રહ્યો હતો. ત્યારે હવે સાઉથ ફિલ્મ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પણ કંઈક આવું જ કર્યું છે કે તેની તસવીરો બધાનું ધ્યાન ખેંચી રહી છે.

તાજેતરમાં જ નેશનલ ક્રશનું ટેગ મેળવનાર રશ્મિકા મંદાનાએ સો.મીડિયા પર ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ શેર કર્યું છે. આ ફોટોશૂટમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે. રશ્મિકાએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં બ્રાઈટ ગ્રીન કલરની બ્રાલેટ પહેરી છે અને તે આ આઉટફિટમાં સ્ટાઇલિશ પોઝ આપી રહી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by HELLO! India (@hellomagindia)

રશ્મિકા મંદાનાની આ તસવીરો દાવો કરે છે કે અભિનેત્રી જેમ જેમ બોલિવૂડ તરફ આગળ વધી રહી છે તેમ તેમ તે દિવસેને દિવસે બોલ્ડ થઈ રહી છે. ફિલ્મ સ્ટાર રામ ચરણની પત્ની ઉપાસના રશ્મિકાના આ કિલર લૂક પર કમેન્ટ કર્યા વિના રહી શકી નહીં. આ તસવીરો પર કોમેન્ટ કરતાં તેણે લખ્યું, કિલિંગ ઇટ. અભિનેત્રીએ આ ફોટોશૂટ એક પ્રખ્યાત સિને મેગેઝિન માટે કરાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by HELLO! India (@hellomagindia)

જેમાં અભિનેત્રી પોતાની બોલ્ડનેસથી ધૂમ મચાવતી જોવા મળે છે.આ ફોટોશૂટ માટે અભિનેત્રીએ વન શોલ્ડરનો વન પીસ ચમકદાર ડ્રેસ પણ પહેર્યો હતો. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી. રશ્મિકાના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, તમે આગ લગાવી દીધી. બીજાએ લખ્યુ, ઉફ્ફ… તમે ખૂબ હોટ છો. કોઈએ લખ્યું કે, જેઓ રશ્મિકાથી બળી ગયા છે, તે થોડા બાજુ પર ચાલો. રશ્મિકાના આ ફોટાને અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સફળતા બાદ રશ્મિકા સ્ટાર બની ગઈ છે. તેની ફેન ફોલોઈંગમાં પણ જબરદસ્ત વધારો થયો છે. રશ્મિકા અવારનવાર પોતાની તસવીરો ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. રશ્મિકાની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’એ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આમાં તેણે સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે કામ કર્યું હતું.

ચાહકોને બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. આ ફિલ્મમાં રશ્મિકાએ સિમ્પલ શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું છે. જણાવી દઈએ કે રશ્મિકા જલ્દી જ ફિલ્મ ‘મિશન મજનૂ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.

disabled