ટીવી શો "દેવો કે દેવ મહાદેવ"ની 'પાર્વતી' પહેરે છે બિકીની, બોલ્ડ અને શરમજનક તસવીરો જોઈને આંખ અને કાનના મૂળિયાં હલી જશે - Chel Chabilo Gujrati

ટીવી શો “દેવો કે દેવ મહાદેવ”ની ‘પાર્વતી’ પહેરે છે બિકીની, બોલ્ડ અને શરમજનક તસવીરો જોઈને આંખ અને કાનના મૂળિયાં હલી જશે

“દેવો કે દેવ મહાદેવ”ટેલિવિઝનનો સૌથી પોપ્યુલર માયથોલોજીકલ શોમાંનો એક હતો. આમાં નજર આવનારા બધા સ્ટાર્સે પોતાની ઉમદા એક્ટિંગથી ચાહકોનું દિલ જીતી લીધુ હતુ. આ શોમાં ખાસ કરીને પાર્વતીના રોલથી પોપ્યુલર થયેલી સોનારિકા ભદોરિયા ઘણી લોકપ્રિય થઇ ગઇ હતી.

તેની સૌમ્યતા અને ખૂબસુરતી લોકોને ઘણી પસંદ આવી હતી. સોનારિકા રોલમાં પૂરી રીતે ઉંડી ઉતરી ગઇ હતી. લોકોને લાગ્યુ હતુ કે તે અસલમાં માતા પાર્વતી છે. સોનારિકાએ કરિયરની શરૂઆત વર્ષ 2011માં ટીવી શો “તુમ દેના સાથે મેરા”થી કરી હતી. જો કે, સોનારિકાને સાચી ઓળખ ટીવી સિરિયલ દેવો કે દેવ મહાદેવમાં પાર્વતીના રોલથી મળી હતી.

જણાવી દઇએ કે, દેવી પાર્વતીના લુકથી અલગ સોનારિકા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને બોલ્ડ છે. સોનારિકા એવી અભિનેત્રી છે, જેને પોતાના લુક સાથે એક્સપરિમેન્ટ કરવું પસંદ છે. તે વેબ શો હિંદુત્વને લઇને ઘણી ચર્ચામાં છે. તે શોમાં એનઆરઆઇના રોલમાં છે.

તેનો ગ્લેમરસ અંદાજ જોઇ વિશ્વાસ નથી થઇ રહ્યો કે તે જ ટીવીની પાર્વતી છે. જો કે, તેની ગ્લેમરસ તસવીરોને જોઇને કેટલાક યુઝર્સ તેને ટ્રોલ પણ કરે છે.સોનારિકાએ લાઇફ ઓકે શો તુમ દેના સાથે મેરાથી ડેબ્યુ કર્યુ હતુ.તે તેની એક્ટિંગ અને ખૂબસુરતીને કારણે જલ્દી જ લોકપ્રિય થઇ ગઇ. તે બાદ સોનારિકા દેવો કે દેવ મહાદેવમાં માતા પાર્વતીના રોલમાં જોવા મળી.

આ ઉપરાંત પૃથ્વી વલ્લભ-ઇતિહાસ ભી, રહસ્ય ભી અને દાસ્તાન એ મહોબ્બતમાં અનારકલીના રોલ માટે તે જાણિતી છે. તે છેલ્લે ઇશ્ક મેં મરજાવામાં નજર આવી હતી. આ ઉપરાંત તે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.ઉલ્લેખનીય છે કે, સોનારિકા ભદોરિયાની સગાઇ પણ થઇ ચૂકી છે. અભિનેત્રીને વિકાશ પારાશરે બીચ પર ખૂબસુરત અંદાજમાં પ્રપોઝ કર્યુ હતુ.

જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી.થોડા વર્ષો પહેલા સોનારિકા એ સમયે ખૂબ ચર્ચામાં હતી જ્યારે તેણે સોશિયલ મીડિયા પર પોતાનો બિકી ફોટો શેર કર્યો હતો અને યુઝર્સે તેના પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.

જેના જવાબમાં સોનારિકાએ પણ આવા લોકોને ઉગ્ર ઠપકો આપ્યો હતો. સોનારિકાએ લખ્યું હતું – મને ખબર નથી કે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છીએ. પશ્ચિમી દેશોમાં લોકો બોડી શેમિંગ માટે લડી રહ્યા છે અને આપણા દેશમાં છોકરીની બિકી પહેરવી ગુનો બની ગયો છે. થોડા સમય પહેલા મેં બિકીમાં ફોટો પોસ્ટ કર્યો હતો અને થોડીવારમાં તેને ડિલીટ કરવો પડ્યો હતો.

સોનારિકાએ આગળ લખ્યું – મારે તે ફોટો હટાવવો પડ્યો કારણ કે લોકો મને કોસી રહ્યા હતા અને મને શર્મશાર કરવાથી પાછળ હટી રહ્યા ન હતા. જો કે હું તેને અવગણી શકું છું, પરંતુ મને લાગે છે કે હું નકારાત્મકતાને સંભાળવા માટે મેચ્યોર નથી. સોનારિકા ભદૌરિયાનું બેકગ્રાઉન્ડ ફિલ્મો સાથે જોડાયેલું નથી. તેના પિતા બાંધકામનો વ્યવસાય કરે છે,

જ્યારે તેની માતા ગૃહિણી છે. મુંબઈમાં જન્મેલી અને ઉછરેલી સોનારિકાએ યશોધામ હાઈસ્કૂલ અને સિનિયર કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. એક્ટિંગ સિવાય તે મોડલિંગ માટે પણ જાણીતી છે. સોનારિકા વર્ષ 2018માં ટીવીની 20 સૌથી પસંદીદા હિરોઈનોની યાદીમાં સામેલ હતી.

જણાવી દઈએ કે સોનારિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટા શેર કરતી રહે છે. સોનારિકાએ 2015માં ‘Jadoogadu’થી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી.ત્યાં તેની બીજી ફિલ્મ સ્પીડોન્નોડુ તે જ વર્ષે રિલીઝ થઈ હતી. સોનારિકાએ 2016માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એ જ વર્ષે તેની ફિલ્મ ‘સાંસે’ રીલિઝ થઈ.

Live 247 Media

disabled